Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેકટર અધ્યક્ષતામાં કાર્યક્રમઃ
જામનગર તા. ૭: જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની ખીરી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર નાના બાળકોનું કંકુ પગલાં અને તિલક કરી કલેક્ટરે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જિલ્લા કલેક્ટરે ધો. ૧, આંગણવાડી અને બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર કુલ ૧૩ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસનો પાયો છે. બાળકના જીવનમાં શિક્ષણનું મહત્ત્વ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેને સંસ્કાર, આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવાની દિશા પણ પ્રદાન કરે છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. રાજ્ય સરકાર શિક્ષણની ગુણવત્તા સુધારવા અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવા માટે સતત કાર્યરત છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમો થકી શાળોમાં ૧૦૦% નામાંકન થઈ રહૃાું છે અને ડ્રોપ આઉટ રેશિયો નહિવત થયો છે. રાજ્ય સરકારનું લક્ષ્ય માત્ર શાળામાં પ્રવેશ અપાવવાનું નથી, પરંતુ દરેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી જીવનમાં સફળતા હાંસલ કરે તે સુનિશ્ચિત કરવાનું છે.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ અને સ્વાગત ગીતો રજુ કરવામાં આવ્યા હતા. તથા મહાનુભાવોના હસ્તે શાળામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અધિકારીઓ, આગેવાનો, આંગણવાડી કાર્યકરો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial