Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક રહેવાસીઓની કલેક્ટર તેમજ ધારાસભ્યને રજૂઆત
જામનગર તા. ૭: જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ વિસ્તારના રહેવાસીઓની તાજેતરમાં બેઠક મળી હતી અને પોતાના વિસ્તાર માટે અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરી આ અંગે કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
જુના જામનગર તરીકે ઓળખાતા સેતાવાડ તેમજ અન્ય વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતા લોકો તાજેતરમાં એકત્ર થયા હતાં.
તેમણે જિલ્લા કલેક્ટરને તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે અહિં વર્ષોથી સનાતન હિન્દુ સમાજના લોકો વસવાટ કરે છે, પરંતુ થોડા સમય પહેલા અન્ય ધર્મના લોકો આ વિસ્તારમાં રહેવા માટે આવ્યા છે. તેમના વાણી-વર્તન, ખાણી-પીણી તથા રહેણી-કરણીથી વારંવાર ઝગડા થાય છે. તેઓ હિન્દુ ધર્મનું અપમાન થાય તે રીતે ઈરાદાપૂર્વક નોનવેજ અને ઈંડા જાહેરમાં ફેંકી રહ્યા છે. આ બાબતે અનેક વખત સક્ષમ અધિકારી પાસે ફરિયાદ કરી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
આ બે મકાન ઉપરાંતના પણ કેટલાક અન્ય ધર્મના લોકો મકાન ખરીદવા પેરવી કરે છે, અને અહિં વસવાટ કરનારાઓને લાલચ આપી રહ્યા છે અને મકાન વેંચવા માટે દબાણો પણ કરે છે. આથી ભવિષ્યમાં આ વિસ્તારની સ્થિતિ બગડશે તેને ધ્યાનમાં રાખીને શેઠફળી, મણિયાર શેરી, સેતાવાડ અને આજુબાજુના વિસ્તારો માટે અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
આ સમયે શેઠફળી ૧ થી ૪, મણિયાર શેરી, સેતાવાડ ધ્રુવ ફળી, ૧ થી ૩ કાળેશ્વર શેરી, ભટ્ટ ફળી, સઈની મની, નાગર પરા ૧ થી ૩, ભાનુશાળી વાડ, દેવાભાણાની શેરી, પતંગિયા ફળી, મઠ ફળી, ગરબી ફળી, ઝંડુભટ્ટની શેરી, ભગવાનસંગ બાપુની શેરી, તાક ફળી, મંડળ ફળી, છીપાવાડના રહેવાસીઓ જોડાયા હતાં.
જેમાં મનિષભાઈ કનખરા, અશ્વિનભાઈ રાયઠ્ઠઠા, જીગ્નેશભાઈ નંદાની આગેવાનીમાં હિતેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ કારેલીયા, ભરતસિંહ જાડેજા, મૃગેશ આચાર્ય, અંકુર આચાર્ય, જય પંડયા, રવિ ૫ંડ્યા, નિશિથ શુકલ, વ્યોમેશ લાલ, જયેશભાઈ મણિયાર, બાબાલાલ, મધુકરભાઈ, દિનેશ સામાણી, આનંદ સોલંકી, ઉષાબેન ઢાંકી, કૌશિકભાઈ (કાનો), મિહીર રાઠોડ, દર્શન સોલંકી, મીતેન ચાવડા, તેજશ જોષી, હિરેન જુંગીવાલા સહિતનાઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial