Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રણમલ તળાવ પાસે પ્રાકૃતિક ખેતપેદાશ વેચાણ કેન્દ્રનો થયો પ્રારંભઃ પ્રદર્શન-સહ-વેચાણ

જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીના હસ્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર શહેરના હાર્દ સમાન રણમલ તવાળ પાસે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેકટ, જામનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીના હસ્તે તથા જિલ્લા કલેકટર પી.બી. પંડયા તથા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાની વિશેષ ઉપસ્થિતિમાં 'પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કેન્દ્રનો મુખ્ય આશય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની રસાયણમૂક્ત પેદાશો માટે નિયમિત-વિશ્વસનીય બજાર પૂરૃં પાડવાનો અને શહેરી ગ્રાહકોને સીધા જ ખેડૂતો પાસેથી ગુણવત્તાસભર ઓર્ગેનિક ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. લોકાર્પણ બાદ મહાનુભાવોએ વેચાણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો સાથે આત્મીય સંવાદ સાધી તેમના પ્રશંસનીય પ્રયાસોને બિરદાવ્યા હતા.

સામાન્ય રીતે ખેડૂતો માટે ઉત્પાદન પછી બજાર વ્યવસ્થા અને યોગ્ય ભાવ મેળવવો એ સૌથી મોટો પડકાર હોય છે. આ પડકારના કાયમી ઉકેલ તરીકે આ કેન્દ્ર શરૂ કરાયું છે. અહીં કોઈ વચેટીયા કે મધ્યસ્થી ન હોવાથી ખેડૂતોને તેમની મહેનતનું પૂરૃં વળતર મળશે, જ્યારે બીજી તરફ જામનગરના નાગરિકોને તાજી, ગુણવત્તાસભર અને સંપૂર્ણ રસાયણમૂક્ત કૃષિ પેદાશો એક જ સ્થળેથી વ્યાજબી ભાવેથી પ્રાપ્ત થશે. આ પહેલથી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધશે અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેનો ભરોસો વધુ દૃઢ બનશે.

"પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ જમીનની ફળદ્રુપતા, જળ સંરક્ષણ અને પર્યાવરણના રક્ષણ સાથે સમાજને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરી જતી એક લોકચળવળ છે. ખેડૂતો એન ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવશે.

લોકાર્પણ પ્રસંગે જિલ્લાના આશરે ૫૦ જેટલા પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્ર પર ખેડૂતો દ્વારા કુદરતી પદ્ધતિથી પકવેલા અનાજ, કઠોળ, મસાલા, તેલિબીયાં, ગાયનું શદ્ધ ઘી, દૂધ, ગુલકંદ, દેશી ગોળ, અથાણા, વિવિધ મૂલ્યવર્ધિત ખાદ્ય ચીજો તેમજ ઋતુગત તાજા શાકભાજી અને ફળોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓને દરેક સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનોના પેકેજિંગ અને ગુણવત્તાની બારીકાઈથી માહિતી મેળવી હતી. ઉલ્લેખનિય છે કે, કેટલાક વર્ષોથી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને 'આત્મા' પ્રોજેકટ દ્વારા જિલ્લામાં તાલીમ કેન્દ્રો, ખેડૂત પરિસંવાદો અને મોેડેલ ફાર્મની મુલાકાતો થકી મોટું જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે સેંકડો ખેડૂતો કેમિકલમુક્ત ખેતી તરફ વળ્યા છે.

આગામી સમયમાં જિલ્લામાં આવા વધુ વેચાણ કેન્દ્રો શરૂ કરવા, ખેડૂતોના ઉત્પાદનોનું બ્રાન્ડીંગ-પેકેજીંગ મજબૂત કરવું અને ખેડૂતોની આવક બમણી કરવા માટે તંત્ર દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh