Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુર-જામરાવલ ભાજપ મંડળની શિબિર

પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદમાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૭: દેવભૂમિ દ્વારકા જીલલા ભાજપ દ્વારા યાત્રાધામ હર્ષદમાં કલ્યાણપુર તથા જામરાવલ બન્ને ભાજપ મંડળના સંયુક્ત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી પ્રશિક્ષણ મહાઅભિયાન ૨૦૨૬ વર્ગ બે દિવસનું યોજાયું હતું, જેમાં કલ્યાણપુર તથા જામરાવલના અગ્રણીઓ, કાર્યકરો જોડાયા હતાં.

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, ખંભાળિયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા તથા વક્તાઓ, જિલ્લા ભાજપ મહામંત્રી પરબતભાઈ ભાદરકા, પૂર્વ મહામંત્રી રસિકભાઈ નકુમ, અગ્રણી ઈન્દ્રજીતસિંહ પરમાર વિગેરે જોડાયા હતાં તથા બુથ મેનેજમેન્ટ, કાર્યમાં વિશેષ માર્ગદર્શન વિગેરે બાબતે વક્તવ્યો કર્યા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh