Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના

સમિતિઓની ટૂંક સમયમાં બેઠકો યોજીને થશે ચેરમેનોની વરણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલ બોડીની દ્વિતીય ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં જિ.પં.ની વિવિધ સમિતિઓની રચના કરી સભ્યોની વરણી કરવામાં આવી હતી.

જેમાં વિવિધ કમિટીઓની યાદીમાં જે પ્રથમ નામ જાહેર થયું છે તેની જે તે સમિતિના ચેરમેનપદે વરણી થવાની શક્યતા છે. આ સમિતિઓની બેઠકો એકાદ અઠવાડિયામાં યોજાશે અને તેમાં સત્તાવારરીતે ચેરમેનની વરણી કરવામાં આવશે.

કારોબારી સમિતિમાં સુનિલભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ જાડેજા, કલ્પેશભાઈ માલાણી, એક્તાબેન સુતરિયા, રાજેશભાઈ મકવાણા, મયુરીબેન ગોધાણી, અતુલભાઈ કમાણી, મહિલા અને બાળ વિકાસ સમિતિમાં લતાબેન સુરેલા, લક્ષ્મીબેન ચૌહાણ, સામાબેન અકબરી, મંગુબેન ઠુંગા. ઉત્પાદન-સહકાર-સિંચાઈ સમિતિમાં અતુલભાઈ કમાણી, મંગુબેન ઠુંગા, વર્ષાબેન માકડીયા, અપીલ સમિતિમાં રંજનબેન જીવાણી, પરેશભાઈ હીરપરા, સુનિલભાઈ રાઠોડ. બાંધકામ સમિતિમાં વનિતાબેન ઉઘાડ, મહેન્દ્રસિંહ જાડેજા, કલ્પેશભાઈ માલાણી, એક્તાબેન સુતરિયા, લક્ષ્મીબેન ચૌહાણ, શિક્ષણ સમિતિમાં વર્ષાબેન માકડિયા, કલ્પનાબેન કણઝારિયા, વનિતાબેન ઉઘાડ, પ્રદ્યુમનસિંહ ઝાલા, લતાબેન સુરેલા, હરેશભાઈ પરમાર, મયુરીબેન ગોધાણી, આરોગ્ય સમિતિમાં રાજેશભાઈ મકવાણા, લક્ષ્મીબેન વારસાકિયા, કલ્પનાબેન કણઝારિયા, પ્રદ્યુમનસિંહ ઝાલા, સામાજિક ન્યાય સમિતિમાં લક્ષ્મીબેન વારસાકિયા, હરેશભાઈ પરમાર, સામાબેન અકબરી, બાબુલાલ હિંગડા, દીપકભાઈ મકવાણા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh