Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના આસામીએ નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. ૭: જામનગરના એક આસામીએ રાજુલાની પેઢીના સંચાલક સામે રૂ।.ર લાખ પ૮ હજારના ચેક પરતની કરેલી ફરિયાદમાં અદાલતે આરોપીને સાત મહિનાની કેદ અને રૂ।.૭૦ હજારનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં ખાતરનો વ્યાપાર કરતી કેમ્ફર્ટ ટ્રેડર્સ નામની પેઢીવાળા જયરામ બાબુભાઈ ગણાત્રા પાસેથી અમરેલી જિલ્લાના રાજુલાની અક્ષર એજન્સીવાળા મુકેશ બાબુભાઈ વેકરીયાએ વર્ષ ૨૦૨૨માં ૧પ ટન ખાતરની ખરીદી કરી હતી. જેના રૂ।.૨,૬૮,૦૪૯ ચૂકવવાના હતા. તે પછી વધુ પાંચ ટન ખાતર ખરીદવામાં આવતા રૂ।.૮૯,૯૪૯ ચૂકવવાના બાકી હતા.
આ રકમની ચૂકવણી માટે મુકેશ વેકરીયાએ રૂ।.૧ લાખ આરટીજીએસથી આપ્યા પછી બાકીના રૂ।.૨ લાખ પ૮ હજારનો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલી જતા મુકેશ બાબુભાઈ વેકરીયાને તક્સીરવાન ઠરાવી અદાલતે સાત મહિનાની કેદ અને રૂ।.૭૦ હજારનો દંડ ફટકાર્યાે હતો. દંડની રકમ ફરિયાદીને ચૂકવવા હુકમ કરાયો છે. ફરિયાદી તરફે વકીલ પરેશ વી. અનડકટ, હરીશભાઈ ગોહિલ, મતીન કેરાવાલા, ચિરાગ માવાણી તથા નિલેશ ડગરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial