Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદમાં વર્ર્ષ-ર૦૦૮ માં ર૦ સ્થળોએ ૨૧ વિસ્ફોટમાં ૫૬ ના મૃત્યુ અને ર૦૦ નિર્દોષ ઘવાયા હતાઃ નીચલી અદાલતનો ચૂકાદો યથાવત રખાયો
અમદાવાદ તા. ૭: ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના તમામ દોષિતોને નીચલી અદાલતે આપેલી ફાંસી અને આજીવન કેદની સજા બહાલ રાખી છે, અને નીચલી અદાલતના ફેંસલાને યથાવત રાખેલ છે. તે ઉપરાંત મૃતકોના પરિવારજનોને તથા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નિર્દષોને વળતરની રકમ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે આજે ૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ૨૬ જુલાઈ, ૨૦૦૮ના રોજ થયેલા બોમ્બ ધડાકાઓમાં ૫૬ લોકોના મોત થયા હતા.
હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા ૩૮ દોષિતોને ફટકારવામાં આવેલી ફાંસીની સજાને મંજૂરી આપી છે, જે ભારતીય ન્યાયિક ઇતિહાસમાં એકસાથે સૌથી વધુ ફાંસીનો રેકોર્ડ છે. આ દેશનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
હાઈકોર્ટે વર્ષ ૨૦૨૨ માં સ્પેશિયલ કોર્ટ (સિટી સેશન્સ કોર્ટ) દ્વારા સંભળાવવામાં આવેલી તમામ સજાઓને માન્ય રાખી છે. કોર્ટે ૩૮ આતંકીઓની ફાંસીની સજા અને ૧૧ દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ૨૬ જુલાઈ, ૨૦૦૮ ના અમદાવાદના અલગ-અલગ ૨૦ સ્થળો પર ૭૦ મિનિટમાં થયેલા ૨૧ સિરિયલ બ્લાસ્ટમાં ૫૬ નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા અને ૨૦૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં નીચલી અદાલતે દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે ૩૮ આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. આ ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
બીજી તરફ ૪૮ આરોપીઓએ પણ સજા સામે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે સજા યથાવત્ રાખવાની સાથે પીડિત પરિવારો માટે આર્થિક વળતરનો પણ મોટો ચુકાદો આપ્યો છે. આ ધડાકાઓમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિજનોને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ કરાયો છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પીડિતોને ૧ લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ કરવામાં આવ્યો છે.
હાલમાં હાઈકોર્ટમાં આ મામલે સુનાવણીની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે અને આ ઐતિહાસિક ચુકાદાથી પીડિતોને આખરે ન્યાય મળ્યો છે.
તે સમયે શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ થોડા જ સમયમાં શહેરની વિવિધ હોસ્પિટલોમાં પણ બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની સામે આવતાં સમગ્ર દેશ હચમચી ગયો હતો. તપાસ પૂર્ણ થયા બાદ કુલ ૭૮ આરોપીઓ સામે વિશેષ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.
ફાંસીની સજા પામેલા દોષિતોમાં સફદર નાગોરીનો પણ સમાવેશ થાય છે. તે પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયાનો જનરલ સેક્રેટરી હતો. ઉત્તર પ્રદેશમાં ૧૯૯૦ના દાયકાના અંતમાં સક્રિય બનેલા આ સંગઠન પર બાદમાં કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો.
આઠમી ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ અમદાવાદની વિશેષ અદાલતના ન્યાયાધીશ એ.આર. પટેલે ૭૮માંથી ૪૯ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જ્યારે ૨૮ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ૧૮મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના સજાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. અદાલતે ૩૮ દોષિતોને ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ ફાંસીની સજા ફટકારી હતી. ૧૧ દોષિતોને કુદરતી મૃત્યુ સુધી આજીવન કેદની સજા કરવામાં આવી હતી. ૪૮ દોષિતો પર ૨.૮૫ રૂપિયા લાખ અને એક દોષિત પર ૨.૮૮ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે મૃતકોના પરિવારજનોને તથા ગંભીર રીતે ઘાયલોને વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. જે સજા હાઈકોર્ટે બહાલ કરી છે, અને દંડની વધુ રકમ ચુકવવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.
નીચલી કોર્ટના ફેંસલા પછી આ મુદ્રો હાઈકોર્ટમાં ગયો હતો. નવમી માર્ચ ૨૦૨૨ના રોજ હાઈકોર્ટે ૩૮ આરોપીને ફાંસીની સજા પામેલા દોષિતોને નોટીસ જારી કરી હતી. આ કેસની વિશાળતા દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે. હાઈકોર્ટની સુનાવણી માટે તૈયાર કરાયેલ પેપરબુક આશરે ૭.૮૮ લાખ પાનાની હતી, જે ન્યાયિક સમીક્ષાની જટિલતા અને ઝીણવટભરી પ્રકૃતિને દર્શાવે છે. ૨૮મી જુલાઈ, ૨૦૨૨ના, જસ્ટિસ વિપુલ પંચોલી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચે સુનાવણી માટે આ કે સત્તાવાર રીતે દાખલ કર્યો હતો. આ પ્રક્રિયા નિર્ણાયક છે કારણ કે તે સુનિશ્ચિત કરે છે કે મૃત્યુદંડની સજા સર્વોચ્ચ સ્તરની ન્યાયિક ચકાસણીમાંથી પસાર થાય અને પીડિતો તેમજ આરોપીઓ બંનેને ન્યાય મળે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial