Advertisement
Author: નોબત સમાચાર

વરસાદ ખેંચાતા ખંભાળીયામાં જળ કટોકટીઃ એકાંતરાના બદલે ત્રણ દિવસે પાણીની સંભાવના

બોર-કૂવા ડૂક્યાઃ ઘી ડેમમાં પાંચ ફૂટ જ પાણી

                                                                                                                                                                                                      

ખંભળાીયા તા. ૭: વરસાદ ખેંચાતા ખંભાળીયામાં જળ કટોકટી સર્જાતા એકાંતરાના બદલે ત્રણ દિવસે પાણી પુરવઠો આપવો પડે, તેવી સ્થિતિ ઊભી થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની છ નગરપાલીકાઓમાં પીવાના પાણીની સ્થિતિ નિયમિત રીતે સારી એકમાત્ર ખંભાળીયામાં છે. જ્યાં શિયાળો, ઉનાળો, ચોમાસું વર્ષોથી એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે. જ્યારે રાવલ, સલાયા, દ્વારકા, ઓખા, ભાણવડમાં દિવસો બાદ ક્યાંક પાંચ સાત, તો ક્યાંક આઠ-દશ કે બાર દિવસે પાણી આવે છે ત્યારે આ વર્ષે વરસાદ ખેંચાતા તથા જુન અને હવે જુલાઈના પ્રથમ અઠવાડીયા સુધીમાં હજુ મોસમનો કુલ વરસાદ એક ઈંચ પણ ના પડ્યો હોય અને બીજી બાજુ પાણીની માંગમાં વધારો અને નળ સ્ત્રોતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, થોડા સમય આવી જ સ્થિતિ ચાલુ રહી તો બે દિવસના બદલે ત્રણ દિવસ પાણી વિતરણના સંજોગો આવે તો નવાઈ નહીં...!!

ઘી ડેમની હેઠવાસમાં હોજ કૂવાઓમાંથી આખું વર્ષ ખંભાળીયા ઘી ડેમ વોટર વર્કસની વ્યવસ્થા ચાલતી હતી તેમાં પાણી ખલાસ થતા ઘી ડેમમાંથી તથા અન્ય બોર-કૂવાઓમાંથી તથા નર્મદાનું પાણી મેળવીને હાલ તો પાણી પુરવઠા તંત્ર પાલિકાનું એકાંતરા પાણી વિતરણ નિયમિત આપે છે. પણ વરસાદ ખેંચાતા ઘી ડેમમાં હવે પાંચ ફૂટથી પણ ઓછું પાણી બચ્યું છે તથા તેમાંથી પણ ખંભાળીયા ઉપરાંત ર૪ ગામોને પણ પીવાનું પાણી અપાય છે. તો નર્મદાનું પાણી તથા બોર-કૂવામાંથી ગાડું ગબડાવાય છે. પરંતુ બોર ઉપયોગમાં લેવાતા પાણી ઓછું થતા બંધ થવા લાગ્યા છે. ખંભાળીયામાં જડેશ્વર પાસે બોરનું પાણી ખલાસ થઈ ગયું છે. વાસવાળો બોર તથા પ્રજાપતિ વાડી પાસેનો બોર પણ ડૂકવા લાગતા હવે નર્મદાનું પાણી વધે તે જ વિકલ્પ છે, તો ઘી ડેમના અંદરના ભાગમાં પાલિકાએ દુષ્કાળના સમયમાં ભરપૂર પાણીવાળા બોર તથા કૂવા તથા ત્રંભાની વાવ જે અછત અને દુષ્કાળમાં પણ ખૂબ ઉપયોગી થાય તેવી છે, તે વિકલ્પો છે. પરંતુ જો વરસાદ ખેંચાય તો અથવા ઓછો થાય તો ખંભાળીયા માટે મુશ્કેલી ભરી સ્થિતિ હોય, આ બાબતે પાલિકા દ્વારા આગોતરૂ આયોજન તથા જરૂર પડ્યે નવા બોર ડેમ આસપાસના વિસ્તારમાં કરવા પડે, કેમ કે હાલ ડેમની અંદર કૂવા તથા બોર ગારોકીચડ પાણી ઓછું હોય ત્યાં સુધી જઈ શકાય તેવી સ્થિતિ ના હોય, તાકીદે આયોજન કરવા માંગ કરાઈ છે, નહીં તો ગંદકી દૂર કરવાના આયોજનમાં મુશ્કેલી પડે તો નવાઈ નહીં...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh