Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તહેવારોને અનુલક્ષીને
જામનગર તા. ૭: આગામી દિવસોમાં શ્રી જગન્નાથ રથયાત્રા, અષાઢી બીજ તથા ગુરુપૂર્ણિમાના તહેવાર આવનાર છે, જેને ધ્યાને લેતા જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી ત. ર-૮-ર૦ર૬ સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા સુધી કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી, તેમજ શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારના સાધન, કોઈપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળા દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું, પરવાનેદાર હથિરધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલમાં પ્રવેશ ન કરવો. આવી તમામ પ્રવૃત્તિઓ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી જામનગર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૧૩પ(૧) મુજબ દંડની સજા, ઓછામાં ઓછા ૪ મહિનાની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial