Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર ૩૦ મિનિટમાં બાઈક ચોરાઈ ગયું:
જામનગર તા. ૭: જામનગરના એક આસામીનું રૂ।.૨૦ હજારનું મોટરસાયકલ રવિવારની રાત્રે માત્ર ૩૦ મિનિટમાં જી.જી. હોસ્પિટલના બ્લડ બેંકવાળા પાર્કિંગમાંથી ચોરાઈ ગયું છે. જામનગરના નાગેશ્વર રોડ પર સોનીપુરી પાછળ વસવાટ કરતા શૌકતભાઈ મામદભાઈ ખફી નામના આસામીએ રવિવારે રાત્રે દસેક વાગ્યે જી.જી. હોસ્પિટલમાં બ્લડ બેંક નજીક પાર્કિંગમાં પોતાનું જીજે-૧૦-એએ ૩૭૮૬ નંબરનું બાઈક મૂક્યું હતું.
હોસ્પિટલમાંથી માત્ર ૩૦ મિનિટમાં પરત આવેલા શૌકતભાઈનું રૂ।.૨૦ હજારનું આ બાઈક ત્યાંથી ઉપડી ગયું છે. તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial