Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગત્ સપ્તાહે બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થયેલા
જામનગર તા. ૭: જામનગરથી અમરનાથ યાત્રાએ પહોંચેલા વૃદ્ધનું હૃોદયરોગના હુમલામાં મૃત્યુ નિપજ્યું હતું. તેઓ પવિત્ર ગુફાથી થોડે દૂર હતાં ત્યાં જ હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. તેમના પાર્થીવ દેહને જામનગર લાવવામાં આવ્યો છે.
ગત્ સપ્તાહે જામનગરથી અમરનાથ યાત્રા માટેનો પ્રથમ જથ્થો રવાના થયો હતો, જેમાં પ્રવિણભાઈ પરમાર (ઉ.વ. ૬૧) નો પણ સમાવેશ થાય છે.
તેઓ તા. ૩૦ જૂનના જામનગરથી ટ્રેન મારફત રવાના થયા હતાં અને તા. ૧લી જુલાઈના જમ્મુ પહોંચી ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું.
તા. ર જુલાઈના તેઓ શ્રીનગર પહોંચ્યા હતાં અને ત્યાંથી તા. ૩ ના બાલતાલ બેઝ કેમ્પમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને તા. ૪ ના સવારે બાલતાલથી અમરનાથ મહાદવના દર્શન માટે જવા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેઓ પવિત્ર ગુફાની થોડે દૂર હતાં ત્યાં તેમની તબિયત બગડી હતી અનેે બેભાન થઈ ગયા હતાં. આથી ત્યાંના ફરજ ઉપરના સ્ટાફ દ્વારા તુરત જ તેમને સારવાર માટે નજીકના મેડિકલ કેમ્પમાં લઈ જવાયા હતાં, પરંતુ તબીબોની અગાથ મહેનત પછી પણ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.
તેમના પાર્થિવ દેહને સોનમર્ગ ત્યાંથી શ્રીનગર અને શ્રીનગરથી વિમાન માર્ગે દિલ્હી થઈ વડોદરા લાવવામાં આવ્યા પછી એમ્બ્યુલન્સમાં જામનગર લવાયો હતો અને આમ જામનગરના શ્રદ્ધાળુઓનું અમરનાથમાં મૃત્યુ થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial