Advertisement
Author: નોબત સમાચાર

જેલમાં મોબાઈલનો વપરાશ કરનાર ચાર આરોપી સામે નોંધાયો ગુન્હો

જામનગરની જેલમાંથી ઝડપાયો હતો ફોનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરની જિલ્લા જેલમાંથી થોડા સમય પહેલાં ઝડપાયેલા મોબાઈલ અંગે શરૂ કરાયેલી તપાસ પછી તે મોબાઈલનો વપરાશ કરનાર ચાર કેદી સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જામનગરની જિલ્લા જેલમાં ચાલુ વર્ષમાં પોલીસ દ્વારા જડતી લેવામાં આવી હતી. તેમાં બિનવારસુ હાલતમાં એક મોબાઈલ મળી આવ્યો હતો. તે મોબાઈલ કબજે કરી અજાણ્યા કેદી સામે જેલમાં મોબાઈલના વપરાશ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

તે ગુન્હાની તપાસ જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ. ધાસુરાની સૂચનાથી પીએસઆઈ એચ.કે. ઝાલા તથા ટીમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તે મોબાઈલનું એનાલિસીસ કરવા ઉપરાંત ટેકનિકલ વિગતો એકઠી કરાતા ચાર શખ્સે મોબાઈલનો ઉપયોગ કર્યાનું જણાઈ આવ્યું હતું.

જામનગરના ખાખીનગરમાં રહેતા મોઈન ઉમર સફીયા, ઈન્દિરા કોલોનીમાં રહેતા દિલીપ દિનેશભાઈ પરમાર, ધરારનગર-રવાળા ઈમ્તિયાઝ રહેમતુલ્લા મુદ્રાક તથા સચાણા ગામના જારફઅલી ઉમર બુચડ નામના ચાર શખ્સના નામ મોબાઈલ વપરાશકાર તરીકે ઉપસી આવ્યા હતા. આ ચારેય શખ્સ હાલમાં જેલમાં છે. તેમની સામે વધુ એક ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh