Advertisement
Author: નોબત સમાચાર

મીઠાપુરમાં યોજાઈ જનકલ્યાણ શિબિર

વૃક્ષારોપણ, શ્રમદાન, સફાઈ, સરકારી સેવાઓ સાથે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૭: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત બેઠક દીઠ 'જનકલ્યાણ શિબિર' યોજવામાં આવી રહી છે. તે મુજબ મીઠાપુરમાં તાલુકા શાળામાં યોજાયેલ જનકલ્યાણ શિબિરમાં મહાનુભાવોને હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું હતું અને નાગરિકોને વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.

મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું અને શ્રમદાન દ્વારા પ્રાંગણની સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓની માહિતી મેળવવા તેમજ અરજી કરવા માટે અને અન્ય સરકારી સેવાઓ માટે વિભાગોના આધાર કાર્ડને લગતી સેવાઓ, વિવિધ દાખલાઓ કઢાવવાની સેવાઓના વિવિધ સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યાં હતાં. આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોને આરોગ્ય તપાસ સુવિધા આપવામાં આવી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહભાગી બન્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh