Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૫-૦૬-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે...
ભારતીય શેરબજારમાં ગુરૂવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન વ્યાપક ખરીદીના કારણે તેજીનું પ્રભુત્વ જોવા મળ્યું. વૈશ્વિક સકારાત્મક સંકેતો, સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની મજબૂત ખરીદી અને બેંકિંગ ક્ષેત્રમાં તેજીના કારણે મુખ્ય સૂચકાંકો નવા ઊંચા સ્તરે પહોંચ્યા.દિવસ દરમિયાન થોડા સમય માટે નફાવસૂલી જોવા મળી હતી, પરંતુ દરેક ઘટાડા પર ખરીદદારો સક્રિય રહ્યા.મધ્યમ અને નાના મૂડીવાળા શેરોમાં પણ ઉત્સાહજનક ખરીદી જોવા મળતા સમગ્ર બજારનું મનોબળ મજબૂત રહ્યું. એકંદરે બજારનું માળખું સ્પષ્ટ રીતે તેજી તરફી અને સકારાત્મક દેખાઈ રહ્યું છે.
ઈરાન-અમેરિકા વચ્ચે મામલો શાંત બની રહ્યો હોઈ અને હોર્મુઝ માર્ગે ફરી ક્રુડ ઓઈલ સહિતના જહાજોનું વહન ચાલુ થઈ જતાં અને ઈરાનના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાન મુલાકાતના આમંત્રણ સાથે વિલંબ બાદ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના પોઝિટીવ પરિબળો તેમ જ એઆઈના વેલ્યુએશન મામલે ચિંતાએ ફરી આઈટી કંપનીઓના ઉદ્યોગ માટે મજબૂત આઉટલૂકને લઈ આજે ફંડો ફરી શેરોમાં તેજીમાં આવ્યા હતા.
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે ઈન્ફોસીસના નંદન નિલકેનીના પોઝિટીવ નિવેદન અને વૈશ્વિક મોરચે નાસ્દાકમાં કડાકા બાદ રિકવરી સાથે ઘર આંગણે બેંકિંગ ક્ષેત્રે વ્યાજ દર વધારાની ટૂંક સમયમાં શક્યતાનો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર દ્વારા ઈન્કારને લઈ ચિંતા હળવી થઈ ધિરાણ વૃદ્વિને વેગ મળવાના સંકેતોએ આજે ફંડો આઈટી સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ખાસ ખાનગી બેંક શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા હતા. ખાનગી બેંક, આઈટી શેરો સાથે ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. અલબત કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, ઓટો શેરોમાં વેચવાલી રહી હતી. ચોમાસાની શરૂઆત છતાં ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડો નવી મોટી ખ રીદીમાં સાવચેત રહ્યા હતા.
સેન્સેક્સમાં શરૂઆતથી જ ખરીદીનું પ્રભુત્વ જોવા મળ્યું. બેંકિંગ સેવાઓ ક્ષેત્રના મોટા શેરોમાં મજબૂત તેજીના કારણે સૂચકાંક સતત ઊંચાઈ તરફ આગળ વધ્યો.દિવસ દરમિયાન મર્યાદિત નફાવસૂલી છતાં ખરીદદારોનો ઉત્સાહ જળવાઈ રહ્યો. મધ્યમ અને નાના શેરોએ પણ સારો દેખાવ કરતા બજારની વ્યાપક ભાગીદારી સ્પષ્ટ થઈ. દિવસના અંતે સેન્સેક્સ મજબૂત વૃદ્ધિ સાથે બંધ રહ્યો.
નિફ્ટી વાયદા બજારમાં નવી લાંબી સ્થિતિઓનું નિર્માણ જોવા મળ્યું. ઉપરના સ્તરે પણ ખરીદદારો સક્રિય રહેતા વાયદા બજારમાં મજબૂતી યથાવત રહી.જે આગામી દિવસોમાં વધુ તેજીના સંકેત આપે છે. ટેકનિકલ રીતે વાયદા બજારનું માળખું હજુ મજબૂત છે.
સ્થાનિક આર્થિક વૃદ્ધિ અંગેનો આશાવાદ, સરકારના મૂડી ખર્ચમાં વધારો અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી બજાર માટે મુખ્ય સકારાત્મક પરિબળ રહ્યા. બેંકિંગ, માળખાગત વિકાસ અને મૂડી માલ ક્ષેત્રમાં રોકાણકારોનો રસ વધતો રહ્યો. નાના રોકાણકારોની સક્રિય ભાગીદારી પણ બજારની મજબૂતી માટે મહત્વપૂર્ણ રહી.
વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ ભારતીય બજાર માટે અનુકૂળ રહ્યું. અમેરિકન બજારોમાં તેજી, બોન્ડ યીલ્ડમાં સ્થિરતા અને ડોલર સૂચકાંકમાં મર્યાદિત વધઘટના કારણે જોખમી રોકાણોમાં વધારો જોવા મળ્યો. એશિયન અને યુરોપિયન બજારોમાં પણ મજબૂતી નોંધાતા ભારતીય બજારને વધારાનો ટેકો મળ્યો.
આજના સત્રમાં બેંકિંગ, નાણાકીય સેવાઓ, માહિતી પ્રૌદ્યોગિકી, ઓટોમોબાઈલ, માળખાગત વિકાસ અને વીજ ઉત્પાદન ક્ષેત્રમાં તેજીનું પ્રભુત્વ જોવા મળ્યું. દૈનિક વપરાશ અને ઔષધિ ક્ષેત્રમાં પણ સ્થિર ખરીદી જોવા મળી. મોટાભાગના સેક્ટરોમાં વ્યાપક ખરીદી બજારની મજબૂતીને દર્શાવે છે.
સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની મજબૂત ખરીદી બજાર માટે મુખ્ય આધાર બની. બેંકિંગ અને માહિતી પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં વ્યાપક ખરીદી જોવા મળી. વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો અને સ્થાનિક અર્થતંત્ર અંગેનો આશાવાદ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરી રહ્યા છે. મહત્વપૂર્ણ અવરોધ સ્તરો ઉપર મજબૂત બંધ પણ બજાર માટે સકારાત્મક સંકેત છે.
તેજી વચ્ચે કેટલાક જોખમો હજુ પણ યથાવત છે. ઊંચા મૂલ્યાંકન, વૈશ્વિક ભૂરાજકીય તણાવ, ક્રૂડ ઓઈલના ભાવમાં સંભવિત વધારો અને વિદેશી રોકાણકારોની અસ્થિર પ્રવૃત્તિ બજાર માટે ચિંતાનો વિષય બની શકે છે. ઉપરના સ્તરે નફાવસૂલીનું જોખમ પણ સંપૂર્ણપણે દૂર થયું નથી.
કોમોડિટી મૂવમેન્ટ : કોમોડિટી બજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ગોલ્ડ, સિલ્વર અને કોપરમાં મર્યાદિત ખરીદી જોવા મળતાં ભાવમાં હળવી મજબૂતી નોંધાઈ હતી. નેચરલ ગેસ અને ઇલેક્ટ્રિસિટી સેગમેન્ટમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું હતું, જ્યારે ક્રૂડ ઓઇલમાં વેચવાલીનું દબાણ યથાવત રહેતાં નબળાઈ જોવા મળી હતી. વૈશ્વિક આર્થિક સંકેતો અને માંગ-પુરવઠાની સ્થિતિ વચ્ચે રોકાણકારો પસંદગીયુક્ત ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા...!!!
ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ગોલ્ડ ફ્યુચર સ્થિરથી સકારાત્મક વલણ સાથે ખુલ્યું હતું. કિંમતી ધાતુમાં મર્યાદિત લેવાલી જોવા મળતાં ભાવ રૂ।. ૧,૪૧,૪૨૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા.!!!
સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં સિલ્વર ફ્યુચર હળવા સકારાત્મક વલણ સાથે ખુલ્યું હતું. ખરીદીના ટેકાથી ભાવ રૂ।. ૨,૧૩,૯૬૪ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!!
કોપર : ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં કોપર ફ્યુચર મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ખુલ્યું હતું. ઔદ્યોગિક ધાતુઓમાં મર્યાદિત ખરીદી જોવા મળતાં ભાવ રૂ।. ૧,૨૩૩.૧૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!!
ક્રૂડ ઓઇલ : ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ક્રૂડ ઓઇલ ફ્યુચર નરમ વલણ સાથે ખુલ્યું હતું. વેચવાલીના દબાણને કારણે ભાવ રૂ।. ૬,૫૬૫ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!!
નેચરલ ગેસ : ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં નેચરલ ગેસ ફ્યુચર સકારાત્મક વલણ સાથે ખુલ્યું હતું. ખરીદીનું વલણ જોવા મળતાં ભાવ રૂ।. ૩૧૦.૬૦ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!!
ઇલેક્ટ્રિસિટી : ઇન્ટ્રા ડે ટ્રેડિંગ દરમિયાન ઇલેક્ટ્રિસિટી ફ્યુચરમાં સ્થિરથી સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. સેક્ટરમાં મર્યાદિત ખરીદીના કારણે ભાવ રૂ।. ૪,૭૮૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!!
નિફ્ટી ફ્યુચર ટ્રેન્ડ : નિફ્ટી ફયુચર ૨૪૧૧૨ પોઈન્ટ : આગામી સંભવિત નિફ્ટી ૨૪૦૦૮ પોઈન્ટના પ્રથમ તેમજ ૨૩૯૭૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સથી ટ્રેડિંગ સંદર્ભે ૨૪૧૮૮ પોઈન્ટ થી ૨૪૨૦૨ પોઈન્ટ તથા ૨૪૨૩૨ પોઈન્ટ આસપાસ મહત્વપૂર્ણ સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ૨૪૨૩૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઈએ....!!!
સ્ટોક સ્પેસિફિક ટ્રેન્ડ :
જિંદાલ સ્ટીલ એન્ડ પાવર (૧૦૮૨) : સ્ટીલ અને મેટલ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૧૦૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૧૦૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૧૦૯૩ થી રૂ।.૧૧૧૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૧૧૨૫ ઉપર તેજી તરફી ધ્યાન...!!
મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ (૧૦૭૨) : ટેકનીકલ ચાર્ટ મુજબ હેલ્થકેર અને હોસ્પિટલ સેક્ટરનો આ સ્ટોક રૂ।.૧૦૫૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૦૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ।.૧૦૮૮ થી રૂ।.૧૧૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
જેએસડબલ્યુ એનર્જી (૫૭૧) : રૂ।.૫૪૪ નો પ્રથમ તેમજ રૂ।.૫૩૦ ના બીજા સપોર્ટથી પાવર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૫૮૮ થી રૂ।.૫૯૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (૪૭૬) : લોજિસ્ટિક્સ અને રેલ ફ્રેઇટ સેક્ટરનો આ સ્ટોક રૂ।.૪૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ।.૪૮૮ થી રૂ।.૪૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ।.૫૦૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ભાવિ દિશા : આજનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે અત્યંત સકારાત્મક રહ્યું. બેંકિંગ, માહિતી પ્રૌદ્યોગિકી, નાણાકીય સેવાઓ અને માળખાગત વિકાસ ક્ષેત્રોની આગેવાનીમાં બજારમાં વ્યાપક ખરીદી જોવા મળી. સ્થાનિક અને વિદેશી બંને પ્રકારના નાણાં પ્રવાહ બજાર માટે અનુકૂળ રહ્યા. એકંદરે બજારનું માળખું હાલમાં "મજબૂત તેજી, વધતા રોકાણકાર વિશ્વાસ અને વ્યાપક ભાગીદારી ધરાવતું બજાર" તરીકે જોવા મળી રહ્યું છે.
ટૂંકા ગાળામાં ભારતીય શેરબજારનું માળખું હજુ પણ તેજી તરફી દેખાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ આધાર સ્તરો ઉપર બજાર ટકેલું રહે તો આગામી દિવસોમાં વધુ ઊંચા સ્તરો જોવા મળી શકે છે. બેંકિંગ, માહિતી પ્રૌદ્યોગિકી, માળખાગત વિકાસ અને મૂડી માલ ક્ષેત્ર બજારને આગળ ધપાવનારા મુખ્ય ક્ષેત્ર બની શકે છે.
જો વિદેશી નાણાં પ્રવાહમાં વધુ સુધારો થાય અને વૈશ્વિક બજારો સકારાત્મક રહે તો બજારમાં નવી તેજીની લહેર જોવા મળી શકે છે. જોકે રોકાણકારોએ આક્રમક ખરીદી કરતાં ગુણવત્તાસભર શેરોમાં પસંદગીયુક્ત રોકાણ અને તબક્કાવાર ખરીદીની વ્યૂહરચના અપનાવવી વધુ યોગ્ય રહેશે.