Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં ઠેર ઠેર વાએઝનો શાનદાર નુરી કાર્યક્રમ
જામનગર તા. ૨૫: જામનગરમાં મુસ્લિમ સમુદાય દ્વારા પવિત્ર મોહર્રમ પર્વમાં આજે સરઘસની રાત ઉજવવામાં આવશે. તે પછી ઝુલુસ નીકળશે. જ્યારે શુક્રવારે બપોરે તાજીયા શહેરના માર્ગો પરથી નીકળશે.
મુસ્લિમ સમુદાય નવા વર્ષના પ્રથમ માસે મોહર્રમ શરીફ કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુશેને માનવ હક્કોના જતન કાજે અને શહાદતની ગમ ભરી યાદમાં નગરના મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે યોજવામાં આવતા કલાત્મક તાજીયા જુલુસમાં આજે સરઘસની રાતે અને શુક્રવારના બપોરે શહેરમાં નીકળતી નગરના માર્ગો પરથી ક્રમબદ્ધ રીતે પ્રસ્થાન કરશે, જે માટે મુસ્લિમ બિરાદરો તડામાર તૈયારી કરી રહ્યા છે.
નગરમાં રાજાશાહીના સમયથી સદ્ભાવ સાથે પ્રસાર થતાં બેનમૂન કલા કારીગરી અને રંગબેરંગી રોશની સજાવટથી ઓપતા કલાત્મક તાજીયાના જુલુસ વેળાએ સમગ્ર શહેર તથા આજુબાજુના ગામોમાંથી હિન્દુ-મુસ્લિમોના સહકારથી તાજીયા રૂટ પર ફરશે. અનેક સ્થળોએ ઠંડાપીણા, દૂધ, ચણા બટેકા, આઈસ્ક્રીમનું ન્યાઝ રૂપે પ્રસાદી સર્વેને વિતરણ કરવામાં આવશે.
રતનબાઈ મસ્જીદ, હર્ષદમીલની ચાલી, રઝાનગર, બેડી, બેડેશ્વર, જવાહરનગર થર, માધાપર જોડીયા ભુંગા, સિક્કા, વાડીનાર, સલાયા, ધ્રોલ, ખંભાળીયા, મીઠાપુર, ઓખા વગેરે અનેક સ્થળોએ રંગબેરંગી રોશનીથી સજાવટ કરી શહીદે આઝમ કરબલાની યાદમાં વાએઝના શાનદાર નુરી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial