Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા માત્ર કાગળ પર કેન્દ્રો ચાલે છે ?
ખંભાળિયા તા. રપઃ ખંભાળિયામાં બે વર્ષથી બંધ ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્ર સામે વકીલો-અરજદારોમાં રોષ ફાટી નીકળ્યો છે, અને સરકારે સુવિધા આપી છતાં કોન્ટ્રાક્ટરોએ કેન્દ્રો જ ન ખોલ્યાની ચર્ચા છે. ખંભાળિયામાં તાત્કાલિક સેવા શરૂ કરવાની રેવન્યુ પ્રેક્ટિશનર એસોસિએશને માંગણી કરી છે.
ખંભાળિયા મામલતદાર કચેરીમાં ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્ર છેલ્લા આશરે બે વર્ષથી બંધ હાલતમાં હોવાથી સામાન્ય નાગરિકો, દસ્તાવેજ લેખકો તથા વકીલાત જગતને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરળતાથી ઈ-સ્ટેમ્પ ઉપલબ્ધ થાય તે હેતુથી દરેક તાલુકા સ્તરે ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને તે બાબતેના પ્રાઈવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપી આઉટ સોર્સથી કેન્દ્રો ચાલુ રાખવાના હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટર કંપનીઓ દ્વારા ખર્ચ ઘટાડવાના હેતુસર કેટલાક તાલુકાઓમાં સ્ટાફને માત્ર કાગળ પર બતાવી વાસ્તવમાં કેન્દ્રો કાર્યરત રાખવામાં આવતા નથી તેવી ફરિયાદો ઊઠી રહી છે. પરિણામે નાગરિકોને નાની બાબત માટે પણ ખાનગી કેન્દ્રોમાં ધક્કા ખાવા પડે છે.
ખંભાળિયા મામલતદાર કચેરીમાં રોજબરોજ મોટી સંખ્યામાં અરજદારો આવતા હોવા છતાં ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્ર બંધ રહેવું આશ્ચર્યજનક હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટ્સ એસોસિએશન દ્વારા તાત્કાલિક કેન્દ્ર શરૂ કરી નાગરિકોને પડતી મુશ્કેલીઓનો અંત લાવવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial