Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ પાસીંગની મોટરચાલક સામે ગુન્હોઃ
જામનગર તા. ૨૫: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સુધાધુના ગામથી જાયવા વચ્ચેના રસ્તામાં એક રિક્ષાને એક મહિના પહેલાં રાજકોટ પાસીગની મોટરે સાઈડમાંથી ટક્કર મારી દેતા સર્જાયેલા અકસ્માતમાં ધ્રોલના રિક્ષાચાલક ઘવાયા છે.
ધ્રોલ શહેરના પાણાખાણમાં રહેતા રઝાકભાઈ નુરમામદભાઈ કમોરા નામના રિક્ષા ડ્રાઈવર ગઈ તા.૧૯ની સવારે પોતાની જીજે-૧૦-ટીડબલ્યુ ૭૫૪૦ નંબરની રિક્ષામાં ધ્રોલના ત્રિકોણ બાગથી મુસાફર બેસાડી સગારીયા ગામ તેઓને મૂકવા માટે ગયા હતા.
ત્યાંથી પરત ફરતી વખતે બપોરે સાડા બારેક વાગ્યે રઝાકભાઈ જ્યારે સુધાધુના ગામથી જાયવા ગામ તરફ આગળ વધતા હતા ત્યારે જાયવાની ગોળાઈમાં જીજે-૩-એફકે ૩૯૧૦ નંબરની મોટરના ચાલકે રિક્ષાની જમણી સાઈડમાં ટક્કર મારી દેતા રિક્ષા ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં રોડ પર પડી ગયેલા રઝાકભાઈને કમર તથા પેટના ભાગે ઈજા થઈ છે. તેઓએ મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial