Advertisement
Author: નોબત સમાચાર

પાસપોર્ટ નાગરિક્તાનો પુરાવો નહીં: વિદેશ મંત્રાલય

માત્ર મુસાફરીનો દસ્તાવેજ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. રપઃ પાસપોર્ટ માત્ર મુસાફરી દસ્તાવેજ છે અને નાગરિક્તા સાબિત કરતો પુરાવો નથી, તેવી વિદેશ મંત્રાલયની સ્પષ્ટતાથી નાગરિક્તાનો પુરાવો ક્યો તેની ચર્ચા છેડાઈ છે. સરકાર આધાર, વોટર કાર્ડ પણ નાગરિક્તાનો નિર્ણાયક દસ્તાવેજ માનતી નથી.

સામાન્ય રીતે માત્ર ભારતના નાગરિકોને ભારતીય પાસપોર્ટ આપવામાં આવે છે, જો કે વિદેશ મંત્રાલયએ હવે સ્પષ્ટતા કરી છે કે પાસપોર્ટ નાગરિક્તા સાબિત કરતો દસ્તાવેજ નથી. પાસપોર્ટ સેવા દિવસની ૧૪ મી વર્ષગાંઠના અવસરે મંત્રાલયે આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જો કે આ નિવેદન પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વ્યાપક ચર્ચા શરૂ થઈ છે કે આખરે નાગરિક્તાનો નિર્ણાયક પુરાવો ક્યો દસ્તાવેજ ગણાય.

આ એક એવો મુદ્દો છે કે જેના અંગે કેન્દ્ર સરકારે હજુ સુધી સ્પષ્ટ અને સર્વસ્વીકાર્ય જવાબ આપ્યો નથી. પાસપોર્ટ મુખ્યત્વે એક મુસાફરી દસ્તાવેજ છે, જે સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવા માટે જારી કરવામાં આવે છે. એટલે કે માત્ર પાસપોર્ટ ધરાવવાથી નાગરિક્તા સાબિત થતી નથી. આ બાબત થોડી વિસંગતતા પણ દર્શાવે છે, કારણ કે પાસપોર્ટ તો માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે અને દેશના નાગરિક ન હોય તેવા લોકોને દેશનો પાસપોર્ટ મળતો નથી.

હકીકતમાં પાસપોર્ટ મળવાનો અર્થ એ પણ નથી કે તે તમારી માલિકીની સંપત્તિ છે. પાસપોર્ટના પાછળના કવરમાં સ્પષ્ટ લખેલું હોય છે કે તે ભારત સરકારની મિલકત છે અને સરકાર આદેશ આપે ત્યારે તેને પરત સોંપવો પડશે. આ વર્ષની શરૂઆતમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારા અંગેની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે, આધાર કાર્ડ નાગરિક્તાનો અંતિમ પુરાવો નથી. તે માત્ર ઓળખનો દસ્તાવેજ છે. તે જ રીતે મતદાર ઓળખપત્રને પણ નાગરિક્તાનો દસ્તાવેજ માનવામાં આવતો નથી. તે મુખ્યત્વે ઓળખ અને રહેઠાણનો પુરાવો છે.

ભારતના નાગરિક્તા કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિનો જન્મ ર૬જાન્યુઆરી, ૧૯પ૦ થી ૧ જુલાઈ, ૧૯૮૭ પહેલા ભારતમાં થયો હોય તો તે જન્મથી ભારતીય નાગરિક ગણાય છે. જો કોઈ વ્યક્તિનો જન્મ જુલાઈ ૧૯૮૭ પછી થયો હોય, તો તેના માતા કે પિતા પૈકી કોઈ એક ભારતીય નાગરિક હોય તો તે નાગરિક્તા મેળવી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh