Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતોના અકસ્માત વીમા કવચમાં ઐતિહાસિક વધારોઃ રૂ।. પાંચ લાખના બદલે હવે રૂ।. ૧૦ લાખનું વીમા કવચ

જામનગર જિલ્લા સહકારી બેંક દ્વારા ખેડૂતોના હિત માટે અનોખી પહેલ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગર જિલ્લા સહકારી બેંક દ્વારા ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિક્તા આપતો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ બેંક સાથે સંકળાયેલા ખેડૂતોને અકસ્માત વીમા સુરક્ષા હેઠળ રૂ।. પાંચ લાખનો વધારો કરવામાં આવ્યો છે,ે જેના પરિણામે કુલ અકસ્માત વીમા કવચ રૂ।. ૧૦ લાખ કરવામાં આવ્યું છે.

આ નિર્ણયનો મુખ્ય હેતુ ખેડૂતો અને તેમના પરિવારને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે, જેથી કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના સમયે પરિવારને સંકટનો સામનો કરવામાં સહાય મળી રહે. બેંકના ચેરમેન જીતેન્દ્રકુમાર એચ. લાલ તથા સર્વે બોર્ડ ઓફ ડીરેક્ટર્સના સાથ અને સહકારથી લેવામાં આવેલો આ લોકકલ્યાણકારી નિર્ણય ખેડૂતોના વર્તમાન જીવન સાથે સાથે તેમની આગામી પેઢીના ભવિષ્યને પણ વધુ સુરક્ષિત અને સશક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

જામનગર જિલ્લા સહકારી બેંક સતત ખેડૂતોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહી છે, અને ભવિષ્યમાં પણ ખેડૂતોને વધુ લાભદાયી યોજનાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવા આ બેંકના ચેરમેન જીતેન્દ્રકુમાર એચ. લાલ તથા સર્વે બોર્ડ ઓફ ડીરેક્ટર્સશ્રીઓ સતત પ્રયત્નશીલ છે અને રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh