Advertisement
Author: નોબત સમાચાર

સાથે દારૂ પીવા બેઠા પછી એક શખ્સે કાલાવડના યુવાન પર છરીથી કર્યાે હલ્લો

અગાઉ દારૂમાં પકડાવ્યાની વાત પછી માથાકૂટ થઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: કાલાવડના એક યુવાન ગઈકાલે પોતાના મિત્રને સરવાણીયા ગામ તરફ મૂકવા માટે બાઈકમાં જતા હતા ત્યારે માર્ગમાં મળી ગયેલા ત્રીજા વ્યક્તિ સાથે દારૂ પીવા બેસવાની વાતચીત થયા પછી ત્રણેય એક સ્થળે એકઠા થયા હતા. જ્યાં એક શખ્સે તે મને અગાઉ દારૂના કેસમાં પકડાવ્યો હતો તેમ કહી ઉશ્કેરાઈને છરીથી હુમલો કર્યાે હતો.

કાલાવડ શહેરના કાશ્મીરપરામાં રહેતા વિશાલભાઈ દિનેશભાઈ પરમાર ગઈકાલે બપોરે પોતાના મિત્ર વિપુલને તેના ઘરે મૂકવા માટે જતા હતા ત્યારે સરવાણીયા ગામના કાચા રસ્તા પર મીઠી વિરડી ગામનો સાગર વાઘેલા નામનો શખ્સ મળી ગયો હતો. આ વેળાએ દારૂ અંગે વાતચીત થતાં સરવાણીયા ગામના કાચા રસ્તા પર એક ખેતરે દારૂ પીવા જવાનું નક્કી થયું હતું.

ત્યારપછી વિશાલ, વિપુલ તથા સાગર દારૂ પીવા બેઠા હતા જ્યાં વાતચીત દરમિયાન સાગરે તે મને અગાઉ દારૂના કેસમાં ફસાવ્યો હતો તેમ કહેતા વિશાલે તેમ ન કર્યાનું જણાવતા ઉશ્કેરાયેલા સાગરે ગાળો ભાંડ્યા પછી પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી વિશાલ પર હુમલો કરી દીધો હતો. ઘવાયેલા વિશાલે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh