Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે, એકાંતરા પાણી આવશે
જામનગર તા. ૨૫: પાણીના જથ્થો સતત ઘટતો જતા જામનગરના છ ઝોનમાં આજથી દૈનિકના બદલે એકાતરા પાણી વિતરણ થશે.
જામનગરના કુલ ૧૨ માંથી ૬ ઝોન વિસ્તારમાં દૈનિક ધોરણે પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ પાણીનો જથ્થો સતત ખૂટતો જતો હોવાથી આ તમામ ૬ ઝોનમાં આજથી એકાંતરા પાણી વિતરણ કરવાનો મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર શહેરને પાણી પૂરૃં પાડતા ઉંડ-૧ ડેમ, સસોઈ ડેમ તથા આજી-૩ ડેમમાં ફક્ત ૩૧ જુલાઈ સુધીનો પાણી પુરવઠો હાલે ઉપલબ્ધ છે.
ચાલુ વર્ષે અલ-નીનો પરિસ્થિતિઓ અને સંભવિત વિલંબિત ચોમાસા અથવા ઓછી માત્ર માં વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઉનાળા ની પરિસ્થિતિ દરમિયાન પાણીની માંગમાં ઊભી થતી કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી જાળવી રાખવા અને પાણી માટેનો એક્શન પ્લાનને ધ્યાને રાખી પાણીની બચત કરવાના હેતુસર જામનગર શહેરમાં હાલે કુલ ૧૨ ઝોન પૈકી ૬ ઝોનમાં દૈનિક પાણી વિતરણ ચાલુ છે. તેમાં નવા પાણીની આવક ન થાય ત્યાં સુધી તમામ ઝોનમાં એકાંતરાના ધોરણે પાણી વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
એમ.ઈ.એસ/ડીફેન્સને સપ્લાય થતા પાણીના જથ્થામાં ૨૦ ટકા કાપ મૂકવાનું પણ નક્કી કરવામા આવ્યું છે. તદુપરાંત વરસાદમાં વિલંબના સંજોગોમાં પણ શહેરીજનોને પીવાનું પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા ઉક્ત ત્રણેય ડેમ મળી કુલ ૫૦૦ એમ.સી.એફ.ટી રો-વોટર સૌની યોજના મારફત ડેમમાં ઠલવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં નવી વિકસિત થઇ રહેલ સોસાયટીમાં નવા પાણીના જોડાણ આપવાની કામગીરી હાલે પુરતી સ્થગિત રાખવાનો પણ નિર્ણય લેવાયો છે.
શહેરમાં પાણી પૂરૃં પાડતા તમામ ડેમોમાં ચોમાસા દરમ્યાન વરસાદ આવ્યા પછી અને ડેમમાં નવા પાણીની પુરતી આવક થયા પછી તબક્કાવાર દૈનિક પાણી વિતરણ ફરીથી ચાલુ કરવામાં આવશે. આમ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી ડેમમાં ઉપલબ્ધ જથ્થામાં બચત થાય તેવા હેતુસર તમામ ઝોનમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે. જેનું સીડયુલ અને સમય અગાઉના પાણી વિતરણ મુજબનું રહેશે. જે ધ્યાને લઈને જાહેર જનતાને સહકાર આપવા તેમજ શહેરીજનોને પોતાના રોજીંદા પાણી વપરાશમાં પણ પાણીની બચત કરવા કાર્યપાલક ઈજનેર (વોટર વર્કસ શાખા-જામનગર મહાનગર પાલિકા)એ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial