Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણીમાં વીજપોલ એટલે જીવનું જોખમ
જામનગર તા. ૨૫: લાલપુર પંથકમાં નદી વિસ્તારમાં વીજ પોલ ઊભા કરવાની કામગીરી ચાલે છે. આ કામ તાકિદે અટકાવવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.
લાલપુરના નાંદુરી ગામના જયેશકુમાર રામાભાઈ નંદાણીયાએ પંચાયત સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને પત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં માંગણી કરાઈ છે કે તેમની જમીન રીંજપર ગામમાં આવેલ છે જેની નજીકમાં સીયારયો નામની નદી છે. આ નદીના પ્રવાહમાં કંપનીઓ દ્વારા ૩૩ કે.વી.ના વીજ પોલ ઊભા કરવામાં આવેલ છે તથા બાજુના ચેકડેમમાં પણ આવી જ રીતે પોલ નાખવામાં આવે છે. પાણીની આવક પછી લગભગ ૮ માસ સુધી સીયારીયો અને રૂપાવટી નદીમાં પાણી વહેતુ રહે છે જે પાણીનો ખેડૂતો ઉપયોગ કરે છે. ચેકડેમમાં વીજ પોલ ઊભા કરવાથી શોર્ટ સર્કિટનો ભય રહે છે. આ કંપની દ્વારા સિંચાઈ વિભાગની મંજુરી મેળવ્યા વગર અને અન અધિકૃત રીતે સીયારયો નદી અને ચેકડેમમાં પોલ નાખવામાં આવે છે. જેનાથી ઢોર-ઢાંખર-માનવી વગેરેના જીવ પર જોખમ છે. નદી અને ચેકડેમોમાં ૧૮ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે આથી તાકિદે આ કામ બંધ કરાવવું જોઈએ.
એન.ટી.પી.સી., સમરથ એનર્જી લિ. વગેરે દ્વારા આ કામ ચાલે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial