Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરમી-બફારો, વાદળોના આંટાફેરા વચ્ચે
જામનગર તા. રપઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. તાપમાન તથા ભેજનું પ્રમાણ વધુ રહેતા ગરમી અને બફારો અનુભવાયો હતો.
જામનગરમાં વાદળોના આંટાફેરા અને તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે ગુરુવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રીએ અને લઘુતમ તાપમાન ર૮ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું. તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા બપોર સુધી ગરમી અને બફારો અનુભવાયો હતો.
નગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધ રીતે ફૂંકાતા ગતિમાન પવનના કારણે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial