Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ

સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર પાઠવાયુ

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતી પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે રંગમતિ-નાગમતિ નદીની સફાઈ તાકીદે પૂર્ણ કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ પ્રદર્શન કરી ચેરમેનને લેખિત આવેદનપત્ર પાઠવાયું હતું. જામનગર મહાનરપાલિકાના સંબંધિત અધિકારીઓ, જવાબદાર એજન્સી સહિતનાઓ કોંગ્રેસના પ્રતિનિધિઓને સાથે રાખી રંગમતિ-નાગમતિ નદીની તથા શહેરની વિવિધ કેનાલની મુલાકાત કરવા સાથે કોંેંગ્રેસનો સ્પષ્ટ આક્ષેપ છે કે, પ્રિ-મોન્સુન કામગીરી મોટા ભાગે માત્ર કાગળ ઉપર જ દર્શાવેલ છે. વાસ્તવિક સ્થળ પર નદી, કેનાલ ગંદકીથી ખદબદી રહ્યાં છે. જે દર્શાવે છે કે તંત્રના દાવા અને હકીકતમાં મોટો તફાવત છે. જો મહાનગરપાલિકા દ્વારા કામગીરી ૫ૂર્ણ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો અધિકારીઓ અમારી સાથે સ્થળ નિરીક્ષણ કરે અને થયેલ કામગીરીનું નિરીક્ષણ કરે, જો કામગીરીમાં ગેરરીતિ કે ભ્રષ્ટાચાર જણાય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સમક્ષ કરવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કોર્પોરેટર સહારાબેન મકવાણા, વિરોધપક્ષના પૂર્વ નેતા ધવલ નંદા, આનંદ ગોહિલ, પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ઉપરાંત શક્તિસિંહ જેઠવા, રવિરાજસિંહ ગોહિલ સહિતનાઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh