Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાંથી મોટરમાં યુવાનનું કરાયું અપહરણઃ ત્રણ શખ્સે માર મારી છોડી મૂક્યો

પોરબંદરના વાલોતરાના ત્રણ શખ્સ સામે કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: પોરબંદર જિલ્લાના વાલોતરા ગામના એક યુવાન ગયા ગુરૂવારે જામજોધપુરમાં એક દુકાનમાં ફર્નિચર કામ કરતા હતા ત્યારે મોટરમાં ધસી આવેલા ત્રણ શખ્સે તેઓનું અપહરણ કરી બાલવા રોડ પર લઈ જઈ ઢીકાપાટુ, લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના વાલોતરા ગામના રહેવાસી અને ફર્નિચરનું કામ કરતા કિરીટભાઈ પ્રવીણભાઈ કોરીયા ગઈ તા.૧૮ની સવારે જામજોધપુર શહેરમાં માર્કેટીંગ યાર્ડ પાસે હિતેશભાઈ લાડાણીની દુકાને કામ કરતા હતા.

આ વેળાએ જીજે-પ-જેએન ૨૭૫૦ નંબરની અર્ટીગા મોટરમાં ધસી આવેલા વાલોતરા ગામના ગોપાલ શુભરામ નિમાવત ઉર્ફે જતીન, અજય સરજુદાસ નિમાવત અને જનકભાઈ સરજુદાસ નિમાવત નામના ત્રણ શખ્સે બળજબરીથી કિરીટભાઈને મોટરમાં બેસાડી લઈ બાલવા ગામ તરફ મોટર હંકારી મૂકી હતી.

બાલવાના રોડ પર જઈ લઈ મોટરમાંથી ઉતારી ઢીકાપાટુથી કિરીટભાઈને માર મારવા ઉપરાંત આ શખ્સોએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા પછી ગોપાલે પગમાં લાકડી ફટકારી હતી. આ બાબતની જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કિરીટભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh