Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે મોબાઈલ, બાઈક કબજે કર્યાઃ
ખંભાળિયા તા. ૯: ખંભાળિયામાં એક આસામીની રૂ।.ર૮ લાખથી વધુના દાગીનાની લૂંટના ઈરાદે વિરમદળ ગામની સીમમાં કરવામાં આવેલી હત્યાના પ્રકરણમાં પોલીસે હત્યાનું કાવતરૂ રચનાર મૂળ કલ્યાણપુરના શખ્સની ધરપકડ કર્યા પછી તેનો મોબાઈલ તથા બાઈક કબજે કરી અદાલતમાં રજૂ કરતા આરોપીને જેલહવાલે કરાયો છે.
ખંભાળિયામાં શાક બકાલાના હોલસેલના વ્યાપાર સાથે સંકળાયેલા અને સોનાના દાગીના પહેરવાના શોખીન એવા આસીફ ઓસમાણ લાખા નામના આસામીની ગઈ તા.૧ના દિને વિરમદળ ગામની સીમમાં થયેલી હત્યાના પ્રકરણમાં પોલીસે કાયદાથી સંઘર્ષિત એક કિશોર તથા હાજા રણમલ ગઢવીની ધરપકડ કર્યા પછી આ હત્યાનું કાવતરૂ રચનાર રવિ સુરા ગામણાની પણ ધરપકડ કરી હતી.
આ શખ્સને રિમાન્ડ પર લેવા માટે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. મૂળ કલ્યાણપુરના આ શખ્સે આસીફ ઓસમાણની હત્યા માટે કાવતરૂ રચ્યું હતું. આ શખ્સ ઉપરોક્ત બંને આરોપીઓ સાથે હત્યા પહેલા અને હત્યા પછી સંપર્કમાં રહ્યો હતો. આ શખ્સનો મોબાઈલ તથા મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા છે. અદાલતે આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial