Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૬૬ લાખથી વધુના થયા હતા ટ્રાન્ઝેક્શનઃ
જામનગર તા. ૯: દ્વારકા જિલ્લાના ભાણવડના ત્રણ અને તળાજાના એક સહિત ચાર આસામી સામે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપવા અંગે ગુન્હો નોંધાયા પછી સાયબર ક્રાઈમ પોલીસે ચારેયની ધરપકડ કરી છે.
દેવભૂમિ દ્વારકાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ખંભાળીયાના ગાયત્રીનગરમાં રહેતા યોગીરાજસિંહ દશરથસિંહ ચુડાસમા, ભાણવડના માનપરના અરશીભાઈ મારખીભાઈ બેરા, ભાણવડના શિવમ અરવિંદભાઈ વિસાવડીયા, ભાવનગરના તળાજાના સિદ્ધરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ નામના ચાર શખ્સની ધરપકડ કરી છે.
આ શખ્સોએ પોતાના બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ આચરતા વ્યક્તિઓને આપ્યા હોવાનું ખૂલ્યું છે. આ વ્યક્તિઓના ખાતામાં રૂ।.૬૬ લાખ ૧૬ હજારની લેવડદેવડ થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial