Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૦૦ કિ.મી.ની ઝડપે ફુંકાશે પવનઃ ત્રણ દેશોમાં એલર્ટ જાહેરઃ
ટોકયો તા. ૯: પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું ભયાનક ચક્રવાતી વાવાઝોડું 'બાવી' તાઈવાનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં વધુ મજબૂત બનીને આગળ વધી રહૃાું છે, જેને પગલે સમગ્ર એશિયા પેસિફિક ક્ષેત્રમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવારે આ વાવાઝોડાની અંદર પવનની ગતિ ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ નોંધાઈ હતી. હવામાન વિભાગ અને સ્થાનિક સત્તાવાળાઓએ નાગરિકોને વહેલી તકે જરૂરી ચીજવસ્તુઓ અને રાશનનો સંગ્રહ કરી લેવા તેમજ વર્ષ ૨૦૨૪ પછીના આ સૌથી શક્તિશાળી વાવાઝોડા સામે રક્ષણ મેળવવા સજ્જ થઈ જવા તાકીદ કરી છે. વૈજ્ઞાનિકો આ વિનાશક વાવાઝોડાને વૈશ્વિક આબોહવા પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) અને ચાલુ વર્ષે સક્રિય થઈ રહેલી 'એલ નિનો'ની અસર સાથે જોડી રહૃાા છે, જે તાપમાન વધારીને વાવાઝોડાને વધુ હિંસક બનાવી રહૃાું છે.
વાવાઝોડાનું કદ ફ્રાન્સ દેશ જેટલું વિશાળ
ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના અહેવાલ મુજબ, વાવાઝોડું 'બાવી' તેના સૌથી વ્યાપક બિંદુએ આશરે ૧,૦૦૦ કિલોમીટરના ઘેરાવમાં ફેલાયેલું છે, જે અંદાજે આખેઆખા ફ્રાન્સ દેશની પહોળાઈ બરાબર થાય છે. આ વાવાઝોડું ઉત્તરી તાઈવાનના દરિયાકાંઠા પાસેથી પસાર થઈને શનિવારે સાંજે ચીનના પૂર્વીય ફૂજિયાન પ્રાંતમાં ત્રાટકે તેવી સંભાવના છે. તાઈવાનના સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના આગાહીકાર જેસન ચાંગના જણાવ્યા અનુસાર, વર્ષ ૧૯૮૭ પછી તાઈવાન તરફ ત્રાટકનારું આ કદની દ્રષ્ટિએ સૌથી મોટું તોફાન સાબિત થશે. તાજેતરના વર્ષોમાં આટલા મોટા કદના વાવાઝોડા ખૂબ જ દુર્લભ જોવા મળ્યા છે. જો આ વાવાઝોડું તેની વર્તમાન તીવ્રતા જાળવી રાખશે, તો તે ૨૦૨૪માં આવેલા સુપર ટાયફૂન 'કોંગ-રે' પછીનું સૌથી ભયાનક તોફાન બની રહેશે. એક્ક્યુવેધરના આંતરરાષ્ટ્રીય આગાહી નિષ્ણાત જેસન નિકોલ્સે જણાવ્યું છે કે શુક્રવારથી સોમવાર દરમિયાન તાઈવાન અને પૂર્વ ચીનમાં આ તોફાન ભારે વિનાશ નોતરી શકે છે.
વાવાઝોડાના સંકટને પગલે તાઈવાનના ઉત્તર-પૂર્વીય બંદર વિસ્તાર સુઆઓમાં સેંકડો માછીમારી બોટોને દરિયામાંથી પાછી બોલાવીને બંદરો પર બાંધી દેવામાં આવી છે. સ્થાનિક રહીશો પૂરના પાણીથી બચવા માટે રેતીના કોથળાઓ મેળવવા લાંબી લાઈનો લગાવી રહૃાા છે, જ્યારે ખેડૂતો પાક બચી જાય તે માટે પાકેલા ડાંગરના પાકની લણણી કરવા ખેતરોમાં દોડી ગયા છે. સુઆઓ બંદરના ૬૦ વર્ષીય કેપ્ટન ચેન મિંગ-હુઈએ ભૂતકાળના વાવાઝોડાની ભયાનકતા યાદ કરતાં જણાવ્યું હતું કે, અત્યારનું શાંત વાતાવરણ છેતરામણું છે, તાઈવાનથી આશરે ૧૧૧ કિલોમીટર દૂર આવેલા જાપાનના ઓકિનાવા પ્રાંતમાં પણ ભારે પવન, ભૂસ્ખલન, પૂર અને દરિયાી મોજા ઉછળવાની ચેતવણી સાથે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તોફાનના કારણે જાપાન એરલાઈન્સે શુક્રવારની ૪૮ સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરી છે, જેનાથી ૭,૬૧૦ મુસાફરો અટવાયા છે. ઈમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધક ક્ષિયાંગબો ફેંગે ચેતવણી આપી છે કે ઓપન પેસિફિકમાં લાંબો સમય વિતાવવાને કારણે આ વાવાઝોડાએ દરિયાની ગરમી અને ભેજમાંથી પ્રચંડ ઊર્જા મેળવી લીધી છે, જેથી તેનો કિનારા પરનો પ્રહાર અત્યંત જીવલેણ નીવડી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial