Advertisement
Author: નોબત સમાચાર

લાંચના ગુન્હામાં વીજ કંપનીના નાયબ ઈજનેર, લાઈનમેનના જામીન નામંજૂર

રૂ।.૮૦ હજારની મંગાઈ હતી લાંચઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર પંથકના એક આસામીની નવા વીજમીટર તથા લોડ વધારાની માગણી સામે રૂ।.૮૦ હજારની લાંચ માંગનાર નાયબ ઈજનેર તથા આસી. લાઈનમેનની એસીબીએ ધરપકડ કર્યા પછી આ આરોપીઓએ જામીનમુક્ત થવા કરેલી અરજી નકારાઈ છે.

જામનગર તાલુકાના નાની ખાવડી ગામના એક આસામીએ પોતાના ગેસ્ટહાઉસમાં વીજ લોડ વધારવા માટે અને નવા વીજજોડાણ માટે પીજીવીસીએલની શાપર સબ ડિવિઝન કચેરીમાં અરજી કરી હતી. નવું મીટર લગાવી આપવા માટે નાયબ ઈજનેર ઋષિ ડી. પરમારે રૂ।.૧ લાખ માંગ્યા પછી રૂ।.૮૦ હજાર નક્કી થયા હતા અને તેની એસીબીમાં ફરિયાદ કરાઈ હતી.

છટકુ ગોઠવી એસીબી સ્ટાફે ઋષિ પરમાર વતી પૈસા લેવા આવેલા આસી. લાઈનમેન મનોજ ડુંગારામ પ્રજાપતિની અટકાયત કરી બંને સામે ગુન્હો નોંધ્યો હતો અને બંનેની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આ આરોપીઓએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે પીપી હેમેન્દ્ર મહેતાની દલીલો ગ્રાહ્ય રાખી નકારી કાઢી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh