Advertisement
Author: નોબત સમાચાર

ચેલામાં સ્કૂટરની ઠોકર વાગતા પડી ગયેલા વૃદ્ધને ફ્રેક્ચર સહિતની ઈજા

સ્કૂટરચાલક સામે કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર નજીકના ચેલા ગામમાં ગયા શુક્રવારે સાંજે બસ સ્ટેશન પાસેથી ચાલીને જતા એક વૃદ્ધને પાછળથી ધસી આવેલા સ્કૂટરે ઠોકર મારી દેતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડાયા છે. તેમના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચેલા ગામમાં વસવાટ કરતા જશવંતસિંહ દેદા (ઉ.વ.૭૬) નામના વૃદ્ધ ગઈ તા.૩ની સાંજે ચેલા ગામમાં બસ સ્ટેશન પાસેથી ચાલીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે જીજે-૧૦-ઈજે ૩૮૭૪ નંબરના જ્યુપીટર સ્કૂટરે તેઓને પાછળથી ઠોકર મારી દીધી હતી.

જમીન પર પછડાયેલા આ વૃદ્ધને જમણા તથા ડાબા પગમાં ઈજા ઉપરાંત ડાબા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. સારવારમાં ખસેડવામાં આવેલા જશવંતસિંહના પુત્ર નરેન્દ્રસિંહે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્કૂટરના ચાલક રાકેશ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh