Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્યની મધ્યસ્થી હોવા છતાં પણ
ખંભાળિયા તા. ૯: ખંભાળિયા શહેરમાં ફેલાયેલા કચરા-ગંદકીના સામ્રાજ્યના પ્રશ્ને કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટરની માથાકૂટમાં હવે ન.પા. તંત્રએ નીચી મૂંડી રાખીને વિવાદાસ્પદ બનેલા કોન્ટ્રાક્ટરને જ ડબલ ભાવે કોન્ટ્રાક્ટ આપવો પડ્યો છે!
ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરાએ મધ્યસ્થી કરી હોવા છતાં અગાઉ જેનો કોન્ટ્રાક્ટ અનેક ફરિયાદોના કારણે રદ્ કરાયો હતો તે જ કોન્ટ્રાક્ટરને પાલિકા રૂ।. ૧ર.પ૦ લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
નવો કોન્ટ્રાક્ટ પાલિકાને ડબલ ભાડાથી પડશે. અધિકારી અને પદાધિકારીના ગજગ્રાહમાં પાલિકાના પ્રજાનો વર્ષે ૭ર લાખનો ધૂંબો લાગશે.
અગાઉ કચરાનો કોન્ટ્રાક્ટ સાત વોર્ડનો ઉધડો સાતેક લાખનો માસિક હતો જેમાં સાડાછ લાખ જેવું ચૂકવણું થતું હતું અને કોન્ટ્રાક્ટર અડધા ઉપરના વાહનો પાલિકાના વાપરીને કામ કરતો હતો.
આમ નવી ચૂંટાયેલ બોર્ડના ભાજપના સત્તાધીશોને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેમ પ્રજાના નાણા ડબલ ચૂકવવાનો નિર્ણય કરવો પડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial