Advertisement
Author: નોબત સમાચાર

મોરકંડા ધાર પાસે તીનપત્તી રમતા ત્રણ શખ્સ પકડાયા

રોકડ, ગંજીપાના કબજે કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના મોરકંડા ગામના ધાર વિસ્તારમાંથી ગઈકાલે સાંજે ત્રણ શખ્સ ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે ગંજીપાના તથા રૂ।.ર૪૦૦ કબજે કર્યા છે. જામનગર નજીકના મોરકંડા ગામના ધાર વિસ્તારમાં પ્રાથમિક શાળા પાસે ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડયો હતો. આ સ્થળેથી તીનપત્તી રમતા જગદીશ લાલજીભાઈ ચૌહાણ, વિઠ્ઠલભાઈ ખીમજીભાઈ નકુમ, અનિલ રાજેશભાઈ વાઘોણા નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૨૪૦૦ રોકડા કબજે કરાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh