Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈંગ્લીશ દારૂના આઠ ચપલા સાથે બે ઝડપાયાઃ
જામનગર તા. ૯: જામનગરમાં મોરકંડા રોડ પર સનસિટી સોસાયટી-ર પાછળથી બે શખ્સને ગઈકાલે સાંજે પોલીસે ઈંગ્લીશ દારૂના આઠ ચપલા સાથે પકડી પાડ્યા છે. એક શખ્સ બીજાને ચપલા આપવા આવ્યો ત્યારે પોલીસે બંનેને દબોચી લીધા હતા. જ્યારે શંકરટેકરીમાં પોલીસને જોઈને એક શખ્સ દારૂની ચાર બોટલ સાથેનું સ્કૂટર મૂકી નાસી ગયો છે. સ્કૂટર-દારૂ કબજે કરી પોલીસે તેની શોધ શરૂ કરી છે.
જામનગરના મોરકંડા રોડ પર આવેલી સનસિટી સોસાયટી-ર પાછળ કવાર્ટરમાં રહેતા ફૈઝલ અબ્દુલભાઈ ખીરા તથા મહંમદહુસેન મુસ્તુફા સંધી નામના ટ્રક ડ્રાઈવરને પોલીસે ઈંગ્લીશ દારૂના આઠ ચપલા સાથે પકડી પાડ્યા છે. ચૂનાના ભઠ્ઠા પાસે રહેતા મહંમદહુસેન ફૈઝલ ખીરાએ ચપલા આપ્યાની કબૂલાત કરી છે. પોલીસે ચપલા, બે મોબાઈલ મળી કુલ રૂ।.૧૧૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના શંકરટેકરીમાં આવેલા વલ્લભનગર પાસે વાલ્મિકીવાસના ચોકમાંથી ગઈકાલે રાત્રે પસાર થતાં જીજે-૧૦-ડીપી ૩૮૭ નંબરના એક્સેસ સ્કૂટરને પોલીસે ઉભા રહેવાનો ઈશારો કરતા તેનો ચાલક સ્કૂટર મૂકીને નાસી ગયો હતો. સ્કૂટરની તલાશી લેવાતા તેમાંથી વોડકાની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા સ્કૂટર મળી રૂ।.૩૪ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે અને સ્કૂટર ચાલકની શોધ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial