Advertisement
Author: નોબત સમાચાર

નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠામાં સેવારત ઈજનેરોની બદલીના આદેશ

હાલારના અનેક અધિકારીઓ સહિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં ફરજ બજાવતા મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-ર અને અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-૩ તેમજ ઓવરશીયર વર્ગ-૩ ની બદલીના આદેશો થયા છે. તેમાં હાલાર પંથકના કેટલાક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

જામનગરની ઊંડ જળ સિંચાઈ જામનગર હસ્તક સિંચાઈ યોજના પેટા વિભાગના મદદનીશ ઈજનેર આર.બી. નંદાણિયાને પંચાયત સિંચાઈ વિભાગ-જામનગરમાં, જામજોધપુરના મદદનીશ ઈજનેર વી.ડી.ને સિંચાઈ પેટા વિભાગ-ઉપલેટા, જામનગરથી મોહિત એ વૈષ્ણવને જામનગરમાં જ ક્ષારઅંકુશ કચેરીમાં, જામનગરથી વી.આર. કણસાગરાને રાજકોટ-ર, ધ્રોળથી આર.આર. ડાંગરને ક્ષાર અંકુશ પેટા વિભાગ-ધ્રોળ, જુનેદ આઈ. મકવાને અંજાર, કાલાવડથી જે.આર. માધાણીને આલેખન એકમ-રાજકોટ, કે.પી. ચૌહાણને રાજકોટ હેઠળની ઊંડ જળ સિંચન વિભાગ-જામનગર, ધ્રોળથી સ્મિત એન. આસોદરિયાને સિંચાઈ વિભાગ-ધ્રોળમાં, દ્વારકાથી વિવેક બી. માખેચાને પોરબંદર, ક્ષાર અંકુશ ભાણવડના મિલન સોલંકીને દેવભૂમિ દ્વારકા, કુ. શ્રુતિ બી. દવેને ચેકડેમ સર્વે અને સંશોધન દ્વારકા, ડી.ડી. કાબરિયાને ક્ષાર અંકુશ-ખંભાળિયા, કાલાવડથી એમ.એચ. પરમારને રાજકોટ વિભાગ હેઠળની કચેરી જામનગર-પી.બી. શાખાનાં કે.આર. પણસારાને જામનગરમાં, ચોરવાડથી આર.બી. આંબલિયાને પંચા. પેટા વિભાગ-ર જામનગર, સરદાર સરોવર નર્મદા નિગમમાંથી આર.પી. રાવલિયાને ક્ષાર અંકુશ ખંભાળિયામાં બદલી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh