Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકા દ્વારા ઈરાન પર હુમલાઓથી અનેક શહેરો ધણધણી ઉઠયા

ટ્રમ્પે ઈરાનના ૯૦ જેટલા ઠેકાણાઓને તબાહ કર્યાનો દાવોઃ સામે ઈરાન પણ લાલઘૂમ

                                                                                                                                                                                                      

તહેરાન તા. ૯:  અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયો છે. બંને દેશોએ સતત બીજા દિવસે એકબીજા પર હુમલો કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક દિવસ પહેલા કહૃાું હતું કે તેમને લાગે છે કે યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયો છે અને અમેરિકી સૈન્ય ૮-૯ જુલાઈની રાત્રે ઈરાન પર બીજો મોટો હુમલો કરશે. બરાબર આવું જ થયું., અમેરિકી સૈન્યએ કહૃાું કે તેણે હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવા માટે ઈરાન પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈરાને બદલો લીધો., ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકી લશ્કરી થાણાઓ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો. બંને પક્ષોએ એક દિવસ પહેલા પણ આવું જ કર્યું હતું.

અમેરિકી સૈન્યએ સતત બીજા દિવસે ઈરાન પર હુમલો કર્યો. ઉત્તર ઈરાનમાં એક મુખ્ય રેલ્વે પુલ, જે ઈરાની સૈન્યને પુરવઠો પૂરો પાડતો હતો, તેને નિશાન બનાવવામાં આવ્યો. મુસા ટાપુ પર પણ હુમલો કરવામાં આવ્યો. ઈરાની એન્ટી-શિપ મિસાઈલ બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યા. અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાની દળો હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો કરવાનું ચાલુ રાખશે, તો ઈરાન પર અમેરિકાના બોમ્બમારા વધુ તીવ્ર બનશે. ટ્રમ્પે ઈરાનમાં એક સ્થળે બોમ્બ વિસ્ફોટની ઘટનાનો ફોટો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર લખ્યું, આ ગઈકાલે ઈરાન દ્વારા જહાજો પર બોમ્બમારો કરવાનો બદલો છે. જો આવું ફરીથી થશે, તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે!

અમેરિકાએ ઈરાન પર ફરી એક હવાઈ હુમલો કર્યો. આ હુમલાઓમાં બુશેહર, ચાબહાર, બંદર અબ્બાસ, સિરિક અને કોનારાક સહિત અનેક શહેરોમાં લશ્કરી અને વ્યૂહાત્મક સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા હતા યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ જણાવ્યું હતું કે આ કાર્યવાહીનો હેતુ હોર્મુઝમાં ઈરાનની ક્ષમતાઓને નબળી પાડવાનો હતો.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન અમેરિકા સાથે યુદ્ધવિરામ કરાર માટે ઉત્સુક છે. તેમણે કહૃાું, મને થોડા સમય પહેલા ઈરાન તરફથી ફોન આવ્યો હતો. તેઓ કરાર માટે ભીખ માંગી રહૃાા છે. મને ખબર નથી કે તેઓ તેને લાયક છે કે નહીં. મને ખબર નથી કે તેઓ તેનું પાલન કરશે કે નહીં. તેમની સાથે સમસ્યા છે.

મંગળવારે હોર્મુઝ સ્ટ્રેટ પર થયેલા હુમલા પછી પશ્ચિમ એશિયામાં તણાવ ફરી વધ્યો છે. બુધવારે, અમેરિકાએ ઈરાન પર મિસાઈલ છોડ્યા, જેના કારણે ઈરાને બદલો લેવાનું શરૂ કર્યું. ગુરૂવારે, અમેરિકાએ ઈરાનના શહેરો ચાબહાર, કોનારાક, બંદર અબ્બાસ અને સિરિક પર પણ હુમલો કર્યો. આ પછી, કુવૈત અને બહેરીનમાં ઈરાની મિસાઈલ હુમલાના સાયરન વાગ્યા હતાં.

દરમિયાન, ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેરી ગાલિબાફે જણાવ્યું હતું કે અમેરિકા-ઈરાની હુમલાઓ પછી, હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત ઈરાની નિયંત્રણ હેઠળ જ ફરી ખુલશે. તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા હજુ સુધી ગુંડાગીરી અને વચનો તોડવાના પરિણામો શીખ્યું નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh