Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે મરાઠવાડા ક્ષેત્રના
મુંબઈ તા. ૯: મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રના નાંદેડ, હિગોલી અને પરભણી જિલ્લામાં ભૂકંપ અનુભવાયો. ભૂકંપ પછી લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, જો કે હજુ સુધી કોઈ નુક્સાન થયું નથી.
મુંબઈ તા. ૯: મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રના નાંદેડ, હિગોલી અને પરભણી જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકા આવતા તે અંગે એક સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા સવારે ૧.૩૭ થી ૩-ર૩ ની વચ્ચે અનુભવાયા હતાં અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૬ અને ૪.૬ ની વચ્ચે માપવામાં આવી હતી. એવં નોંધાયું છે કે બે કલાકથી ઓછા સમયમાં લગભગ ચાર ભૂકંપ આવ્યા હતાં.
પ્રારંભિક અહેવાલો અનુસાર પહેલો ભૂકંપ લગભગ ૧.૩૭ વાગ્યે આવ્યો હતો. સિરલી-પાંગરા શિદે, ગામ નજીક આવેલા ભૂકંપથી લોકો જાગી ગયા હતાં અને ગભરાટમાં બહાર દોડી ગયા હતાં. ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે ૧૦ કિલોમીટર નીચે હતું. બીજો ભૂકંપ કાકરધાબા ગામ નજીક ર-૧પ વાગ્યે અનુભવાયો હતો. તેની તીવ્રતા ૩.૬ નોંધાઈ હતી. માત્ર બે મિનિટ પછી ત્રીજો ભૂકંપ ર-૧૭ વાગ્યે અને ચોથો ભૂકંપ ૩-ર૩ વાગ્યે અનુભવાયો હતો.
આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં, હિગોલી વિસ્તારમાં ૪.૭ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. પાંગરા શિદે ગામમાં કેટલાક ઘરો અને કોમ્યુનિટી હોલમાં તિરાડો જોવા મળી હતી. નાંદેડ, અર્ધપુર, હડગાંવ, હિમાયતનગર અને પરભણી વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial