Advertisement
Author: નોબત સમાચાર

ઘર પાસે પાણીની લાઈન નાખવા કરાયેલા ખાડાના પ્રશ્ને યુવાન પર ત્રણ દ્વારા હુમલો

એક મહિલા સહિત ત્રણ સામે કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના યોગેશ્વરનગર-રમાં પાણીની પાઈપલાઈન નાખવા માટે કરવામાં આવતા ખાડા બાબતે એક યુવાન પર પાડોશમાં રહેતા બે શખ્સ તથા એક મહિલાએ લાકડી, સળીયા, ઢીકાપાટુથી હુમલો કર્યાની ફરિયાદ કરાઈ છે.

જામનગરના યોગેશ્વર નગર-રમાં આવેલી શેરી નં.૪માં રહેતા કિશોરસિંહ ચંદુભા જાડેજા નામના યુવાન પર મંગળવારની રાત્રે ત્યાં જ રહેતા અજય ઉર્ફે અજલા બાવા, હિતેશ અજયભાઈ તથા અજયના ભાભીએ લાકડી, સળીયા, ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ કિશોરસિંહ પોતાના ઘર પાસે પાણીની લાઈન નાખવા માટે ખાડો કરાવતા હતા. તે બાબતનો ખાર રાખી મંગળવારની રાત્રે ઉપરોક્ત ત્રણ વ્યક્તિએ ઝઘડો કર્યા પછી ગાળો ભાંડી હતી અને હિતેશે સળીયો, અજયે ઢીકાપાટુ અને અજયના ભાભીએ લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh