Advertisement
Author: નોબત સમાચાર

ટ્રાફિકથી ધમધમતા મુખ્ય માર્ગો પર બેસહારા વ્યક્તિઓના પથારા...

અકસ્માતનો સતત ભય...!

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર શહેરના અંબર ચોકડીથી જી.જી. હોસ્પિટલ સુધીના મુખ્ય માર્ગ માર્ગ તેમજ ટ્રાફિકથી ધમધમતા અન્ય માર્ગો પર સાવ ગરીબ અને બેસહારા વ્યક્તિઓ પડ્યા પાથર્યા રહેતા હોવાથી ટ્રાફિકના પ્રવાહને અસર તો પહોંચે જ છે, પણ સાથે સાથે મેલા-ઘેલા કપડા અને પોતાના થોડાઘણાં સરસામાન સાથે આવી વ્યક્તિઓ સાવ રસ્તા વચ્ચોવચ્ચ સૂતેલા હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો તેને તારવીને વાહન ચલાવવા જતા ભારે મુશ્કેલીમાં મૂકાય જાય છે.

આવી રસ્તા વચ્ચોવચ્ચ સૂતેલી વ્યક્તિને તો કદાચ પોતાને ઈજા થાય તેની ગતાગમ નથી, તેથી જાનની પરવાર કર્યા વગર રસ્તા વચ્ચે જ સુતા રહે છે.

પણ... તેના કારણે ખાસ કરીને ટુ-વ્હીલર વાહનચાલકો અથડાઈ પડવાના, સ્લીપ થઈ જવાતા નાના-મોટા અકસ્માતો થાય છે. કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાય કે તે બેસહારા વ્યક્તિ કોઈ વાહનના અકસ્માતના કારણે ઈજા થાય કે જાનહાનિ થાય તેવી દહેશત કાયમ રહે છે. આવી વ્યક્તિઓને ટ્રાફિકથી ધમધમતા માર્ગો પરથી દૂર ખસેડવા કે અન્ય સ્થળે આશ્રય આપવાની તાતી જરૂર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh