Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં ત્રણ, ધ્રોળમાં અઢી, જોડિયામાં બે અને જામનગરમાં દોઢ ઈંચ

આખરે જામનગરમાં થઈ મેઘમહેરઃ જિલ્લામાં અડધાથી ત્રણ ઈંચ વરસાદ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: હાલારમાં ગઈકાલે રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું. જામનગરના મહત્તમ તાલુકામાં ૧ થી ૩ ઈંચ જેટલો તેમજ ભાણવડમાં પણ સારો અને ખંભાળિયામાં અડધો ઈંચ વરસાદ થયો હતો.

જામનગરમાં જેની લોકો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં તે મોઘેરા મેઘરાજાનું ગત્ મોડી રાત્રે આગમન થયું હતું, અને જિલ્લામાં સાર્વત્રિક અડધાથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કાલાવડ પંથકમાં ત્રણ ઈંચ વરસાદ થતા ચોતરફ પાણી ભરાયા હતાં અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

જામનગરમાં લોકો-ખેડૂતો ઘાણાં દિવસોથી સારા વરસાદની રાહ જોતા હતાં. આખરે ગત્ રાત્રે સમગ્ર જિલ્લામાં વાતાવરણ બદલાયું હતું અને ધીમી ધારે વરસાદનું આગમન થયા પછી વરસાદે ગતિ પડી હતી.

આજે સવારે ૬ વાગ્યે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન જામનગરમાં ૩૮ મી.મી. (દોઢ ઈંચ), જોડિયામાં પ૦ મી.મી. (બે ઈંચ), ધ્રોળમાં ૬૩ મી.મી. (અઢી ઈંચ), કાલાવડમાં ૭ર મી.મી. (ત્રણ ઈંચ), લાલપુરમાં ૧૬ મી.મી. (પોણો ઈંચ) અને જામજોધપુરમાં ૬ મી.મી. વરસાદ થયો હતો. આજે સવારથી પણ વરસાદી વાતાવરણ જળવાયું છે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે અને આજે વહેલી સવારે સારો વરસાદ થયો છે, જેમાં વસઈમાં ૩૦ મી.મી., લાખાબાવળમાં ૩૬ મી.મી., મોટી બાણુંગારમાં ૬ર મી.મી., ફલ્લામાં ૩ર મી.મી., જામવણંથલીમાં ૩૦ મી.મી., મોટી ભણસાણમાં ૪ર મી.મી., અલિયાબાડામાં ૩ર મી.મી., દરેડમાં ૪પ મી.મી., હડિયાણામાં પ૦ મી.મી., બાલંભામાં ૬પ મી.મી., પીઠડમાં પપ મી.મી., લતીપુરમાં ૬૦ મી.મી., જાલિયા દેવાણીમાં ૧૩ મી.મી., લૈયારામાં ર૧ મી.મી., નિકાવામાં પ૦ મી.મી., ખરેડીમાં ૭ર મી.મી., મોટા વડાળામાં ૭ મી.મી., ભણસાકી બેરાજામાં ૬પ મી.મી., નવાગામમાં ૧૦૦ મી.મી., મોટા પાંચદેવડામાં પપ મી.મી., સમાણામાં ૧૮ મી.મી., શેઠવડાળામાં ર૦ મી.મી., વાંસજાળિયામાં ૧પ મી.મી., ધુનડામાં ૧૮ મી.મી., ધ્રાફામાં ર૦ મી.મી., પીપરટોડામાં ૩૬ મી.મી., પડાણામાં ૧પ મી.મી., ભણગોરમાં ૧પ મી.મી. અને હરિપરમાં ર૦ મી.મી. વરસાદ નોંધાયો છે.

ફલ્લાથી અમારા પ્રતિનિનો સંદેશો જણાવે છે કે, ગત્ રાત્રે ૩પ મી.મી. એટલે કે લગભગ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. આમ સારા વરસાદથી ખેડૂતો અને લોકો હરખાયા છે.

જ્યારે લાલપુરના અમારા પ્રતિનિધિનો સંદશો જણાવે છે કે, ગઈકાલે ૧૬ મી.મી. વરસાદ થતા રોડ પર પાણી વહેતા થયા હતાં અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ખંભાળિયાથી અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે, સવારે પ થી ૭ ના બે કલાકના સમયગાળામાં સતત ધીમીધારે વરસાદ વરસતા લગભગ અડધો ઈંચ પાણી વરસ્યું હતું, જો કે સરકારી ચોપડે વરસાદ શુન્ય દર્શાવાયો છે.

તો ભાણવડના અમારા પ્રતિનિધિનો સંદેશ જણાવે છે કે, ૩૯ દિવસના લાંબા વિરામ પછી ભાણવડ પંથકમાં વાવણીલાયક વરસાદ વરસ્યો છે. ગત્ રાત્રે બે વાગ્યાથી મેઘરાજાની પધરામણી થઈ હતી. આમ ખેડૂતો અને પશુપાલકોને હૈયે ટાઢક વળી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh