Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરના વિકસીત એવા લાલવાડી વિસ્તારમાં વિકાસના કામો ચાલી રહ્યા છે સારી વાત છે આ વિકાસના કામો પૈકી લાલવાડી વિસ્તારમાં જૈન દેરાસર પાસે સી.સી. રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ડામર રોડ હોવા છતાં પણ આ રોડને તોડી અને ફરીથી સી.સી. રોડ બનાવવાનું કામ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું છે આ છે વિકાસના કામો. થોડા દિવસો પહેલા આ ડામર રોડને ખોદી નાખવામાં આવ્યો ત્યાર પછી એકાદ અઠવાડીયા જેવા સમય સુધી ખોદેલી હાલતમાં રોડને મુકી દેવામાં આવ્યો હતો જાણવા મળતાં આ કામના કોન્ટ્રાક્ટર તેમજ આ વિસ્તારના નવનિયુક્ત થયેલા નગરસેવકો વચ્ચે કોઈ વાતથી વિવાદ સર્જાયો હતો. તેના કારણે એકાદ અઠવાડીયા જેવા સમય સુધી આ રોડના કામને બંધ કરી દેવામાં આવ્યું હતું, ત્યાર પછી આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા સોશ્યલ મિડીયા મારફતે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી થોડા દિવસમાં ફરીથી કોન્ટ્રાકટર તેમજ નગર સેવક વચ્ચે સમાધાન થઈ ગયું હોય તો આ સી.સી. રોડનું કામ આગળ વધારવામાં આવ્યું છે. સારી વાત છે કામ તો શરૂ થયું... પરંતુ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે રાત્ર થી આ સવાર સુધીમાં જામનગરમાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ વરષ્યો છે ત્યારે આ સી.સી. રોડના કામમાં પાથરવામાં આવેલા પથ્થરા તેમજ કપચીઓનું ધાવાણ થઈ ગયું છે. હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં કરવામાં આવી છે તેવામાં આ ઉતાવળા રોડ બનાવવાના કામ માટે રહેવાસીઓમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે. જો આ રોડનું કામ કોઈ વાદ-વિવાદમાં ના પડયું હોત તો આજે કદાચ આ સી.સી. રોડ બની ગયો હોત , પરંતુ કોન્ટ્રાકટર તેમજ નગર સેવકના વિવાદના કારણે પ્રજાના પૈસાના પણ પાણી થઈ રહ્યા છે અને લોકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ રોડ પર જૈન દેરાસર, વૈષ્ણવો માટેની હવેલી તેમજ અન્ય બેંકો, એપાર્ટમેન્ટના રહેવાસીઓ તેમજ અન્ય ધંધાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હવે તો વરસાદ રહે ત્યાર પછી જ આ સી.સી. રોડનું કામ આગળ વધી શકે તેમ હોય તો શું જામ્યુકોમાં બેઠેલા અધિકારીઓ આ કોન્ટ્રાકટરને કોઈ દંડ કરશે કે પ્રજાને જ આ હાલાકી ભોગગવી પડશે તે જોવાનું રહ્યું...
આ ઉપરાંત સુમેર ક્લબ રોડ પર એસ.ટી. થી જોલી બંગલા પાસેના માર્ગે પણ ગઈકાલે ચાલુ વરસાદે કામ ચાલી રહ્યું હોય તેવા દૃશ્યો શું સુચવે છે...? આ કામોની ગુણવત્તા અંગે જવાબદાર કોણ...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial