Advertisement
Author: નોબત સમાચાર

લોકોપયોગી ફેરફારના નિર્ણયોની અમલવારી માટે પ્રતિનિધિ મંડળની ગાંધીનગરમાં રજૂઆત

'ખાડા'ના નવા વિકાસ નક્શામાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૪: ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ખાડા) ના નવા ડી.પી. પ્લાનમાં કરવામાં આવેલ લોકોપયોગી ફેરફારના નિર્ણયોની અમલવારી કરવાની રજૂઆત ગાંધીનગરમાં રૂબરૂમાં શહેરી વિકાસ મંત્રી સમક્ષ એક પ્રતિનિધિ મંડળે કરી હતી.

રસ્તાની બન્ને તરફના બીનખેતી ઝોન અગાઉ બીનખેતી રહેલા સર્વે નંબરોને ફરીથી બીનખેતી ઝોન અપાવવા જેવા મહત્ત્વના મુદ્દાઓ સાથે ધરમપુર, હર્ષદપુર, શક્તિનગર અને રામનગરના પંચાયતના સદસ્યો, સરપંચો રજૂઆતો કરી રહ્યા છે, જેની અમલવારી માટે ધારાસભ્ય મૂળુભાઈ બેરા તથા ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળે રજુઆત કરી હતી.

આ રજૂઆત સમયે અગ્રણીઓ રસિકભાઈ નકુમ, સંજયભાઈ નકુમ, મયુરભાઈ નકુમ, ચીમનભાઈ નકુમ, જયેશ કણઝારિયા, મુકેશભાઈ નકુમ, અરવિંદભાઈ ચોપડા વિગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh