Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં વીજ પુરવઠા અંગેના પ્રશ્નો નિવારવા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં સમિક્ષા બેઠક

લો વોલ્ટેજ અને ટ્રાન્સફોર્મર બદલવા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર શહેરના નાગરિકોને નિયમિત, પૂરતો એન ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમીતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, જામનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ તેમજ શહેરના વિવિધ વોર્ડના કોર્પોરેટરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમ્યાન મંત્રીશ્રીએ ઉપસ્થિત પદાધિકારીઓ અને કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલા વિવિધ વોર્ડના સ્થાનિક વીજ પ્રશ્નો અને ફરિયાદોને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા. શહેરીજનોને વીજળી સંબંધિત કોઈ મુશ્કેલી ન પડે તે માટે લેવાના થતા જરૂરી તમામ વહીવટી અને ટેકનિકલ પગલાંઓ અંગે મંત્રીશ્રીએ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

આ બેઠકમાં જામનગર શહેરમાં લો-વોલ્ટેજની સમસ્યાઓ કાયમી ઉકેલ લાવવા, તેમજ જરૂરિયાત મુજબના નવા ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં નડતી અડચણો અને તે માટે જરૂરી જગ્યા ફાળવવા અંગેના પ્રશ્નોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાથ ધરાતાી વિવિધ સરકારલક્ષી કામગીરી દરમ્યાન અવારનવાર વીજ લાઈનો તૂટવાના પ્રશ્નો સામે આવતા હોય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે મહાનગરપાલિકાની સંલગ્ન શાખાઓ અને પીજીવીસીએલના અધિકારીઓ પરસ્પર સંયુક્ત રીતે મજબૂત સંકલન જાળવીને કામ કરે તેવી સૂચના મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી હતી.

બેઠકમાં પીજીવીસી એલના અધિકારીઓ દ્વારા પણ એક મહત્ત્વનું સૂચન કરવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં વીજ ફોલ્ટ કે અકસ્માત નિવારી શકાય તે માટે નાગરિકો અને તંત્ર દ્વારા વીજ લાઈનની બિલકુલ નીચે વૃક્ષારોપણ ન કરવું જોઈએ. આ સાથે જ ટેકનિકલ ખામી કે જાળવણીના કારણે જ્યારે વીજ પુરવઠો બંધ થાય, ત્યારે નાગરિકોને તેની પૂર્વ જાણ થાય અને પીજીવીસીએલના કંટ્રોલરૂમ કે હેલ્પલાઈન નંબરો પરથી ગ્રાહકોને યોગ્ય પ્રત્યુત્તર મળે તેવી વ્યવસ્થા ગોઠવવા પણ મંત્રીશ્રીએ તાકીદ કરી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પ્રજાના પ્રશ્નોનું સમયસર અને સંતોષકારક નિવારણ લાવવું એ આપણી પ્રાથમિકતા છે.

આ બેઠકમાં પીજીવીસી એલના અધિક્ષક ઈજનેર એચ.ડી.વ્યાસ, સીટી-૧ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર જે.ડી. પાણખાણીયા, સીટી-૨ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર ઈજનેર એમ.આર. પટેલ તેમજ જામનગર મહાનગરપાલિકા ના વિવિધ વોર્ડના કોર્પોરેટરો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh