Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર ક્રાઈમ પોલીસે વપરાશકર્તાને શોધી કાઢ્યાઃ
જામનગર તા. ૨૪: જામનગરની જિલ્લા જેલમાં કરવામાં આવેલી જડતીમાં બિનવારસુ હાલતમાં મોબાઈલ મળી આવ્યો હતો. તે બાબતના નોંધાયેલા બે ગુન્હાની સાયબર ક્રાઈમ પોલીસે શરૂ કરેલી તપાસમાં હાલમાં જેલમાં રહેલા પાંચ શખ્સના નામ ખૂલતા પાંચેય સામે સાયબર પોલીસે કાર્યવાહી આરંભી છે.
જામનગરની જિલ્લા જેલમાં વર્ષ ૨૦૨૨માં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જેલમાંથી એક મોબાઈલ બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જે તે વખતે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૧૮૮ તેમજ પ્રિઝન એક્ટ કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તે ઉપરાંત ચાલુ વર્ષમાં પણ કરાયેલી જેલની જડતીમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
જેલમાંથી મળી આવેલા મોબાઈલ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તેની ટેકનિકલ બાબતોનું એનાલિસીસ કરાયા પછી જેલમાં આ મોબાઈલનો વપરાશ પાંચ વ્યક્તિએ કર્યાનું ખૂલ્યું હતું.
તે પછી હાલમાં જામનગરની જેલમાં રહેલા કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામના સાજીદ હારૂન મલેક, સિક્કાના નવાઝ જુમાભાઈ દેથા, કલ્યાણપુરના રાણ ગામના ઉબેદુલ્લા અબ્દુલ કોરડીયા, ખોજાનાકા પાસે વસવાટ કરતા જાફર સીદીક જુણેજા તથા મૂળ મોરબી જિલ્લાના અને હાલમાં રાજકોટના રહેવાસી ઝાહીર મહંમદરફીક સંઘવાણીના નામ ઉપસી આવ્યા હતા. આ પાંચેય શખ્સ સામે સાયબર ક્રાઈમ પોલીસે કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial