Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી

વરસાદના પગલે વાતાવરણમાં ઠંડકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરમાં ગઈકાલે પણ વરસાદી વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો. મેઘાવી માહોલના પગલે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન મહત્તમ તાપમાનનો પારો ૨.૩ ડિગ્રીના ઘટાડા સાથે ૩૧.૨ ડિગ્રી અને ત્રણ ડિગ્રી ઘટીને લઘુતમ તાપમાન ૨૪.૫ ડિગ્રી નોંધાયું હતું. નગરમાં ગોરંભાયેલા આકાશ વચ્ચે વાતાવરણમાં ભેજું પ્રમાણ ૧૩ ટકા વધીને ૯૫ ટકાએ પહોંચી ગયું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિ કલાકની સરેરાશ ૨૦ થી ૨૫ કિ.મી.ની રહેવા પામી હતી. ગઈકાલે રાતથી આજે વહેલી સવાર સુધી પડેલા વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી. ગઈકાલે સમગ્ર દિવસ દરમ્યાન ઠંડક રહેતા પ્રજાજનોને રાહત મળી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh