Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે
જામનગર તા. ૨૪: જામનગરના સત્ય સાઈ વિદ્યાલય સંદર્ભમાં પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ એક સંદેશમાં જણાવ્યું છે કે સત્ય સાઈ વિદ્યાલયના વાલીઓ તરફથી મને સંદેશા મળી રહ્યા છે કે, આપણી શાળામાં શિક્ષણ અને બાળકોના ઉજળા ભવિષ્ય માટે હું વધુ સમય આપીને જોડાવ, આપ સૌને જણાવવાનું કે, 'હું ક્ષમા ચાહું છું કે, મારી નબળી તબિયતના લીધે શાળામાં થોડા સમય માટે પોતે ધ્યાન ન આપી શક્યો જે દરમ્યાન શાળામાં લેવાયેલ અમુક નિર્ણયોથી વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘણી બાબતોમાં અગવડતા ભોગવવી પડી છે.'
હવે હું સૌને ખાતરી આપું છું કે, ટૂંક સમયમાં હું એવી ગોઠવણ કરવાનો છું, જેને આધારે હવે પછી આવા અયોગ્ય નિર્ણયો આપણી સંસ્થાના નિયમોમાં ફેરફાર કરશે નહીં. અગાઉ કરતા પણ વધુ ઉત્તમ પરિસ્થિતિ અને વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે. મને ભરોસો છે કે, આપ બધાનો વિશ્વાસ અને પ્રેમ મારી આ મહેનતને જરૂર સફળ બનાવશો અને સત્યસાંઈ બાબાના આશીર્વાદથી હાલારના વિદ્યાથ્ર્ીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે વિશાળ સંકુલમાં શરૂ થયેલ આ શાળા જામનગર, ગુજરાત, સમગ્ર દેશને અનેક તેજસ્વી વિદ્યાર્થીઓની ભેટ આપી રહ્યું છે અને ભવિષ્યમાં હજુ વધુ પ્રમાણમાં આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial