Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં હાહાકાર, ૬ કેસ, કુલ ૩ મૃત્યુ, ૩ સારવાર હેઠળ
જામનગર તા. ૨૪: હાલારમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસોની સંખ્યા સતત વધી રહી છે અને નાના બાળકો તાવ સહિતની બીમારી માટે જી. જી. હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.
ગઈકાલે બે બાળકોના સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયા હતાં. જયારે હાલ ત્રણ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જો કે હજુ સુધી કોઈનાં રિપોર્ટ પોઝિટીવ મળ્યા નથી.
હાલારમાં ચાંદીપુરા જેવા લક્ષણો બાળકોમાં જોવા મળી રહી છે. અને ગંભીર રીતે બીમાર હાલતમાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્યા છે.
દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે બાળ દર્દીઓના ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયા હતા. જેમાંથી એકનો રિપોર્ટ નેગેટીવ મળ્યો છે જયારે બીજા મૃત્યુ પામેલ બાળ દર્દીનો રિપોર્ટ હજુ મળવાનો બાકી છે. જે બન્ને કલ્યાણપુર પંથકના હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત હાલ ત્રણ બાળકો જી. જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાંથી બે દર્દીઓના રિપોર્ટ નેગેટીવ મળ્યા છે જયારે એક દર્દીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
આ ત્રણેય બાળ દર્દીમાં એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના, એક જામનગર શહેર વિસ્તારના તથા એક દર્દી જામનગર ગ્રામ્ય વસઈ (આમરા) વિસ્તારનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ છ દર્દીઓ દાખલ થયા હતાં તેમાંથી ગઈકાલે બે અને થોડા દિવસ પહેલા બેક દર્દીનું મૃત્યુ થયુ હતું. જયારે હાલ ત્રણ દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. તેમાંથી બે નેગેટીવ રિપોર્ટવાળા છે અને એકના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
આમ, ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા સતત વધતી જતા આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી છે. આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાના બદલે સતર્ક રહેવા, બાળકોને ખાસ પ્રકારની માખી અને મચ્છરથી સુરક્ષિત રાખવા તથા તાવ, બેભાન થવું, ખેંચ આવવી સહિતના ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સારવાર લેવા અપીલ કરી છે.
દ્વારકા જિલ્લામાં મજુરોના પરિવારોમાં દેખાયેલ આ રોગમાં બે ના મૃત્યુ થતાં નાના બાળકોના વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો છે, જો કે, આરોગ્ય તંત્ર દ્વારા જે જગ્યાએથી દર્દીઓ મળ્યા તે વિસ્તારોને સાફ સફાઈ તથા ડસ્ટીંગ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે તથા નાના બાળકોના વાલીઓને ચાંદીપુરા રોગ અંગે જાગૃતતા માટે ટીમો પણ જિલ્લા આરોગ્ય અધિકારી સી.બી. ચોબીસા તથા ડો. જેઠવા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial