Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે
જામનગર તા. ર૪: કાલાવડ પંથકમાં ટ્રાફિક સમસ્યા અને વાહન વ્યવહાર મટો નડતરરૂપ એવા રણુંજા ચોકડી વિસ્તારમાંથી ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. જો કે, કેટલાક બાંધકામ ધારકોએ જાતે જ મિલકતો ખાલી કરી અને પાડતોડની કામગીરી શરૂ કરી છે. રણુંજા ચોકડી પાસે ૧૯ જેટલા બાંધકામો ટ્રાફિકને નડતરરૂપ થતા હોવાથી કાલાવડ નગરપાલિકા દ્વારા આ બાંધકામ ધારકોને નોટિસ આપવામાં આવી હતી. જેમાં રહેણાંક મકાનો અને દુકાનોનો સમાવેશ થાય છે.
આ નોટિસ મળ્યા પછી અમુક મિલકત ધારકોએ સ્વેચ્છાએ મિલકતો ખાલી કરવા તજવીજ શરૂ કરી સ્વેચ્છાએ પાડતોડ પણ શરૂ કરી છે. જેથી ડીમોલીશન દરમિયાન આર્થિક નુકસાનને ટાળી શકાય.
કાલાવડના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ તમામ ૧૯ મિલકતોને નોટિસ પાઠવવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં જ પાડતોડ કરવામાં આવશે, અને સંપુર્ણ જગ્યા ખૂલ્લી કરાયા પછી ટ્રાફિક સમસ્યા હળવી બનશે, અને વાહન-વ્યવહાર સરળતાવાળો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial