Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના ભાઈએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૨૪: કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા એક યુવાનની તબીયત લથડ્યા પછી તેઓને સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે.
કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામની વાડી વિસ્તારમાં વસવાટ કરતા આવડાભાઈ માલદેભાઈ કારાવદરા નામના ૪૭ વર્ષના મેર યુવાનની ગયા સોમવારે સવારે તબીયત લથડતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ મશરીભાઈ માલદેભાઈએ પોલીસને જાણ કરી છે. કલ્યાણપુર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial