Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબનગર ઓવરબ્રિજ નજીક બાઈક સાથે મોટર ટકરાઈઃ ઘવાયેલા બાઈકચાલકનું મૃત્યુ

મોટરના ચાલક સામે પોલીસમાં કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના ગુલાબનગર પાસે આવેલા ઓવરબ્રિજ પરથી બુધવારે બપોરે ત્રણેક વાગ્યે પસાર થતાં એક બાઈકને ઢાળીયો ઉતર્યા પછી એક દેરી નજીક સામેથી આવતી મોટર દ્વારા ટક્કર મારવામાં આવી હતી. ગંભીર ઈજા પામેલા બાઈકચાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું સારવાર કારગત નિવડે તે પહેલા મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈએ મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરની ભાગોળે આવેલા ગુલાબનગર નજીકના ઓવરબ્રિજ ૫રથી બુધવારે બપોરે ત્રણેક વાગ્યે જયેશભાઈ નરશીભાઈ ડાંગર (ઉ.વ.૪૮) નામના યુવાન પોતાનું જીજે-૧૦-એએફ ૫૨૯૦ નંબરના મોટરસાયકલ પર પસાર થતાં હતા. તેઓ જ્યારે ઓવરબ્રિજ ઉતર્યા ત્યારે એક દેરી નજીક સામેથી પુરપાટ ઝડપે જીજે-૧૦-ડીજે ૩૯૩૯ નંબરની મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી.

આ મોટરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી જયેશભાઈના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા જયેશભાઈને ૧૦૮ મારફત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ યુવાનનંુ મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. મૃતકના મોટાભાઈ શૈલેષભાઈ નરશીભાઈ ડાંગરે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh