Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળના વોર્ડ નં. ૭ ની પેટાચૂંટણી માટે તા. ૧૬ માર્ચે મતદાનઃ ૧૮ માર્ચે મતગણતરી

કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતા મતદાન મુલલવી રહ્યું હતું:

જામનગર તા. ૧૩: ધ્રોળ નગરપાલિકાના એક વોર્ડની પેટા ચૂંટણી માટે આગામી તા. ૧૬ ના મતદાન થશે અને તા. ૧૮ ના મતગણતરી હાથ ધરવામાં આવશે. સામાન્ય ચૂંટણી સમયે એક ઉમેદવારનું અવસાન થતા આ માટેની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી.

ધ્રોળ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તાજેતરમાં યોજવામાં આવી હતી. આ સમયે વોર્ડ નંબર સાતના કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતા આ વોર્ડની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી.

હવે આગામી તા. ૧૬ ના આ વોર્ડની પેટા ચૂંટણી યોજવામાં આવી છે જેની મતગણતરી તા. ૧૮ ના કરવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા અહિં અંકિતા જયેન્દ્રસિંહ ઝાલાને ટિકિટ ફાળવી છે. અહિંની સ્થિતિ જોઈએ તો ભાજપને ૧પ, કોંગ્રેસને ૮ અને અપક્ષને ૧ બેઠક મળી છે. હવે ચાર બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાનમાં છે.

ભાજપના ચાર ઉમેદવારોમાં ઈલાબેન લખમણભાઈ બાંભવા, લખમણભાઈ વસ્તાભાઈ નકુમ, વલ્લભભાઈ મોહનભાઈ પરમાર અને સહદેવસિંહ જાડેજા તથા કોંગ્રેસના અંકિતાબા ઝાલા, ઝરીનાબેન હાજીભાઈ મકવાણા, પ્રભાબેન ગોરધનભાઈ પરમાર અને રણછોડભાઈ વેલજીભાઈ પરમાર તથા આપના બે ઉમેદવારો પ્રદ્યુમનસિંહ ચતુરસિંહ જાડેજા અને ફિરોજભાઈ મહંમદભાઈ મકવાણા ચૂંટણી મેદાનમાં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh